ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BZ Group Scam : જામીન અરજી પર સુનાવણી, ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં વકીલે આપી આ ખાતરી!

કોર્ટે બચાવ પક્ષની રજૂઆત બાદ તપાસનીશ અધિકારીને હાજર થવા હુકમ કર્યો છે.
05:31 PM Jan 24, 2025 IST | Vipul Sen
કોર્ટે બચાવ પક્ષની રજૂઆત બાદ તપાસનીશ અધિકારીને હાજર થવા હુકમ કર્યો છે.
BZ_Gujarat_first
  1. ગ્રામ્ય કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર સુનાવણી (BZ Group Scam)
  2. ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં વકીલે કોર્ટમાં કરી અનેક રજૂઆતો
  3. જેલમાંથી બહાર કાઢવામાં આવશે તો નાણાં સમયસર મળતા થઈ જશે : બચાવ પક્ષ
  4. રાજ્યમાં નાણાકીય અસ્થિરતા ઊભી ન થાય તે માટે જામીન આપવા જરૂરી : બચાવ પક્ષ

રાજ્યભરમાં લોકોને વધુ વળતરની લાલચ આપી પોંઝી સ્કીમોમાં (Ponzi Scheme) રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં (BZ Group Scam) માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે, જેમાં બચાવ પક્ષે અનેક રજૂઆતો કરી. કોર્ટે બચાવ પક્ષની રજૂઆત બાદ તપાસનીશ અધિકારીને હાજર થવા હુકમ કર્યો છે. આ મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો - 76th Republic Day : દિલ્હીમાં મહેર સમાજની દીકરીઓ 'ભાતીગળ રાસ' રજૂ કરી ગુજરાતનું ગૌરવ વધારશે

જેલમાંથી બહાર આવશે તો તમામને નાણાં સમયસર મળતા થઈ જશે : બચાવ પક્ષ

રાજ્યમાં પોંઝી સ્કીમો થકી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનાં કેસમાં BZ ગ્રૂપનાં (BZ Group Scam) માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે દલીલ કરી કે, 6 હજાર કરોડથી આંકડો ઘટીને હવે 172 કરોડ પર આવ્યો છે. સરકારે આજે એફિડેવિટ કરી, જેમાં 172 કરોડ ચૂકવવાનાં બાકી હોવાનું કહેવાયું છે અને એક પણ પૈસાનું ડિફોલ્ડ નથી થયું. વકીલે ખાતરી આપતા કહ્યું કે, જેલમાંથી બહાર કાઢવામાં આવશે તો તમામનાં નાણાં સમયસર મળતા થઈ જશે.

આ પણ વાંચો - Gujarat: અમૂલ ડેરીએ ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા

'સરકારે એકાઉન્ટ બ્લોક કર્યા માટે રોકાણકારોને પૈસા મળતા બંધ થયા'

આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના (Bhupendrasinh Zala) વકીલે આગળ કહ્યું કે, રાજ્યમાં નાણાકીય અસ્થિરતા ઊભી ન થાય તે માટે જામીન આપવા જરૂરી છે. સરકારે એકાઉન્ટ બ્લોક કર્યા માટે રોકાણકારોને પૈસા મળતા બંધ થયાની રજૂઆત કરાઈ હતી. વકીલે કહ્યું કે, ફરિયાદ નોંધાઈ એ પહેલા એક પણ રોકાણકારને પૈસા ન મળ્યા હોય તેવું બન્યું નથી. પરંતુ, એકાઉન્ટ સીઝ કર્યા બાદ રોકાણકારોને પૈસા મળતા બંધ થયા છે. બચાવ પક્ષની આ રજૂઆતો બાદ કોર્ટે તપાસનીશ અધિકારીને હાજર થવા હુકમ કર્યો છે. આ મામલે હવે વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે.

આ પણ વાંચો - ગુજરાતના નવા મુખ્ય સચિવ બન્યા Pankaj Joshi, રાજકુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ

Tags :
Ahmedabad Rural Sessions CourtAravalliBhupendrasinh zalaBreaking News In GujaratiBZ GROUP ScamCID CrimeGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiPonzi SchemeRural Sessions CourtSabarkantha
Next Article