BZ Group Scam : મયુર દરજીની અરજી પર સુનાવણી, રૂ. 4 કરોડથી વધુ ઉઘરાવ્યાંનો ઘટસ્ફોટ!
- BZ કૌભાંડનાં આરોપી મયુર દરજીની અરજી પર સુનાવણી (BZ Group Scam)
- તપાસ સંસ્થાએ કરેલા સોગંદનામામાં મહત્ત્વનાં ખુલાસા
- મયુરનાં SBI એકાઉન્ટમાં રૂ. 20 લાખ 4000 BZ નાં ખાતામાં ટ્રન્સફર કરાયા હોવાનો ઘટસ્ફોટ
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી સૌથી મોટા રૂ. 6 હજાર કરોડનાં BZ ગ્રૂપ કૌભાંડ (BZ Group Scam) મામલે ધરપકડ કરાયેલ આરોપી એજન્ટ મયુર દરજીની અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. તપાસ સંસ્થાએ કરેલા સોગંદનામામાં મહત્ત્વનાં ખુલાસા થયા છે. જે મુજબ, મયુર દરજીના (Mayur Darji) બેંક એકાઉન્ટમાંથી રૂ. 20 લાખ 4 હાજર BZ ગ્રૂપનાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સુનાવણીમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
આ પણ વાંચો - Gujaratમાં 6 હજાર કરોડથી વધુના BZ ફાઇનાન્સના કૌભાંડમાં મોટા સમાચાર
મયુર દરજીનાં બેંક ખાતામાંથી લાખો રૂપિયા BZ ગ્રૂપમાં ટ્રાન્સફર કરાયાં!
રાજ્યમાં સૌથી મોટા BZ ગ્રૂપ કૌભાંડ (BZ Group Scam) મામલે એજન્ટ મયુર દરજીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મયુર દરજીની (Mayur Darji) અરજી પર આજે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. દરમિયાન, તપાસ સંસ્થા દ્વારા કરાયેલા સોગંદનામામાં મહત્ત્વના ખુલાસા થયા છે, જે હેઠળ જણાવ્યું કે, મયુર દરજીનાં SBI એકાઉન્ટમાંથી રૂ. 20 લાખ 4 હજાર BZ ની માલપુર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાયા હતા. જ્યારે, બીજા SBI એકાઉન્ટમાંથી રૂ. 60 હજાર BZ નાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા.
આ પણ વાંચો - ICAI CA Final results 2024: અમદાવાદની રિયા શાહે મેળવ્યો Rank-2, ટોપ 3માં આ 4 નામ સામેલ
રૂ. 4 કરોડથી વધુ ઊઘરાવ્યા હોય તેવા રેકોર્ડ પણ મળ્યા!
ઉપરાંત, એવો પણ ખુલાસો કરાયો કે, મયુર દરજીનાં (Mayur Darji) માતા મીનાબેનનાં BOB એકાઉન્ટમાંથી રૂ. 9 લાખની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી મળી આવી હતી. જ્યારે મયુર દરજીનાં બેંક એકાઉન્ટમાંથી રૂ.29.64 લાખથી વધુની હેરફેર મળી આવી છે. સર્ચ દરમિયાન પોલીસને રૂ. 4 કરોડથી વધુ ઊઘરાવ્યા હોય તેવા રેકોર્ડ પણ હાથે લાગ્યા છે. આરોપી મયુર દરજીના એકાઉન્ટ અને રોકડ તરીકે અત્યાર સુધી રૂ. 59 લાખ 24 હજારની હેરફેર મળી આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુનાવણી દરમિયાન, આરોપી મયુર દરજી અને તેના પિતા પાસે રહેલી લક્ઝુરિયસ ગાડી મામલે પણ સરકારી વકીલે સવાલ ઉઠાવ્યા હતા. જણાવી દઈએ કે, આ મામલે કોર્ટે (Rural Sessions Court) હાલ ચુકાદો અનામત રાખ્યો છે.
આ પણ વાંચો - Surat: લાંબા સમયથી અડિંગો જમાવી દબાણો કરી ભાડા વસૂલતા તત્વો સામે કાર્યવાહી


