Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Love Story: અમદાવાદની યુવતી સાથે લગ્ન કરવા યુવક કેનેડાથી જાન લઈને આવ્યો, હિંદુ રીત-રિવાજ પ્રમાણે થયા લગ્ન

Love Story: અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક દીકરીની જાન સાત સમુદ્ર પાર કરી આવી અને પણ વાજતે ગાજતે આ વાત સાંભળી તમને પણ નવાઈ લાગશે પણ વાત સાચી છે.
love story  અમદાવાદની યુવતી સાથે લગ્ન કરવા યુવક કેનેડાથી જાન લઈને આવ્યો  હિંદુ રીત રિવાજ પ્રમાણે થયા લગ્ન
Advertisement
  1. અમદાવાદની શ્રદ્ધા સોલંકી પોતે વ્યવસાયે ડોક્ટર છે
  2. કેનેડિયન યુવક જીન જે પોતે વ્યવસાયે બિઝનેસ મેન
  3. હિંદુ રીતે રિવાજ પ્રમાણે પ્રભુતા પગલાં પાડ્યા

Love Story: પ્રેમ શબ્દ અનેક લાગણીઓ સાથે જોડાયેલ શબ્દ છે. સાચો પ્રેમને મેળવવા માટે લોકો દુનિયા કોઈપણ ખૂણે જવા તૈયાર હોય છે. ભલે ગમે તેવી મુશ્કેલીનો પહાડ તેની પણ આવી ના પડે તે તેનો સામનો કરતો જોવા મળતો હોય છે. તેવી જ ઘટના અમદાવાદના ખોખરા વિસ્તારમાં બની છે. સમગ્ર દેશમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. યુવક અને યુવતીઓ જન્મોજનમમાં સાક્ષી બની રહ્યા છે.ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક દીકરીની જાન સાત સમુદ્ર પાર કરી આવી અને પણ વાજતે ગાજતે આ વાત સાંભળી તમને પણ નવાઈ લાગશે પણ વાત સાચી છે.

આ પણ વાંચો: YouTube વીડિયો, A4ના પેપરનું પ્રિન્ટર અને નકલી નોટોનો ફર્જી કાંડ! 1.03 લાખની નકલી...

Advertisement

બંને એક બીજા પસંદ કરતા હોવાથી લગ્ન કરવાનું નક્કી કર્યું

અમદાવાદ રહેતી શ્રદ્ધા સોલંકીની જાન કેનેડાથી આવી છે અને એ પણ કેનિયન છોકરાની, જે પોતાને કેનેડાનો જ રહેવાસી છે. શ્રદ્ધા સોલંકી પોતે વ્યવસાયે ડોક્ટર છે અને કેનેડામાં અભ્યાસ કરી રહી હતી. તેને કેનેડિયન યુવક જીન જે પોતે વ્યવસાયે બિઝનેસ મેન છે. તેને બંને એક બીજા પસંદ કરતા હોવાથી બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. હવે વાત પોતાના પરિવારજનોને મનાવવાની વાત હતી, કારણ કે, લગ્ન માટે તૈયારી કરવી પણ અનિવાર્ય હોય છે.

Advertisement

આ પણ વાંચો: Dahod : જૈન સાધ્વીને અડફેટે લેનાર ચાલકને શોધવા 130 પોલીસકર્મીઓની ઝીણવટભરી તપાસ

વાજતે ગાજતે વરઘોડો પણ ઘટવામાં આવ્યો

શ્રદ્ધા સોલંકીએ અમદાવાદ પોતાના ઘરે હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કરવાની તૈયારી દર્શાવી અને બંને પરિવાર આ વાત સંમતિ દર્શાવી અને જીન પોતે પોતાના પરિવારજન સાથે અમદાવાદ જાન લઈને આવ્યો એ પણ વાજતે ગાજતે ખોખરા વિસ્તારમાં તેનો વરઘોડો પણ ઘટવામાં આવ્યો હતો.રોડ પર પસાર થતા તમામ લોકો આ જાનૈયા જોઈને પણ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.ખોખરા વિસ્તારમાં આવેલ શ્રી શ્યામાપ્રસાદ વસાવડા હોલમાં બંને હિંદુ રીતે રિવાજ પ્રમાણે પ્રભુતા પગલાં પાડ્યા અને અગ્નિ સાક્ષીએ બને જન્મોજન્મમાં બંધને બંધાયા હતા.

અહેવાલઃ રાહુલ ત્રિવેદી, અમદાવાદ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×