MLA Chaitar Vasava case: ચૈતર વસાવા સજા પર સ્ટે માટે હાઇકોર્ટના શરણે, આ તારીખે થશે સુનાવણી
MLA Chaitar Vasava case: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 7 વર્ષની સજા સામે સ્ટે મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટના શરણે ગયા છે. વન વિભાગના અધિકારી પર હુમલા અને ફાયરિંગના ચર્ચિત કેસમાં નર્મદા કોર્ટે તેમને 7 વર્ષની સજા ફટકારી હતી. આ સજા અને જામીન અરજી પર આગામી 5 ઓગસ્ટે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
Advertisement
MLA Chaitar Vasava case: ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટી (AAP) ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા કોર્ટના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટના શરણ લીધા છે. નર્મદાની સેશન્સ કોર્ટે વર્ષ 2023ના એક ચર્ચિત કેસમાં ચૈતર વસાવા અને તેમના પત્ની સહિતના નવ આરોપીઓને 7 વર્ષની સજા અને દંડ ફટકાયો હતો, જેને હવે હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ કેસમાં આગામી 5 ઓગસ્ટે જામીન અને સજા પર સ્ટે મેળવવા અંગેની અરજી પર સુનાવણી હાથ ધરાશે.

