Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Chandkheda Mystery Case: 50 CCTV અને 25 નિવેદનો બાદ હવે FSL રિપોર્ટની રાહ, થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી!

Chandkheda Mystery Case:અમદાવાદ (Ahmedabad)ના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોતના મામલે આજે સૌથી મોટો વળાંક આવી શકે તેમ છે. સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા આ 'ખીરાકાંડ'માં અત્યાર સુધી અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે, પરંતુ આજે આવનારો એફએસએલ (FSL) રિપોર્ટ આ મોત પાછળના રહસ્ય પરથી પડદો ઉંચકશે.
chandkheda mystery case  50 cctv અને 25 નિવેદનો બાદ હવે fsl રિપોર્ટની રાહ  થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Advertisement
  • Chandkheda માં બાળકીઓના મોત મુદ્દે થઈ શકે મોટો ખુલાસો
  • આજના FSL રિપોર્ટમાં મોતનું સાચું કારણ સામે આવશે
  • બાળકીઓના મોત મુદ્દે FSL રિપોર્ટની જોવાતી રાહ
  • પોલીસે પિતા અને દાદાની પૂછપરછ હાથ ધરી
  • પોલીસે અત્યાર સુધી 25 થી વધુ નિવેદનો નોંધાયા
  • પોલીસે 50 થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા
  • ઘટનાના દિવસે પિતાની મૂવમેન્ટ અંગે તપાસ તેજ

Chandkheda Mystery Case:અમદાવાદ (Ahmedabad)ના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોતના મામલે આજે સૌથી મોટો વળાંક આવી શકે તેમ છે. સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા આ 'ખીરાકાંડ'માં અત્યાર સુધી અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે, પરંતુ આજે આવનારો એફએસએલ (FSL) રિપોર્ટ આ મોત પાછળના રહસ્ય પરથી પડદો ઉંચકશે.

Chandkheda Case માં આજે થઈ શકે છે સૌથી મોટો ખુલાસો

અમદાવાદ (Ahmedabad) ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનામાં પોલીસ હવે તપાસના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. આજના એફએસએલ (FSL) રિપોર્ટમાં બાળકીઓના મોતનું સાચું કારણ સામે આવવાની પૂરેપૂરી શક્યતા છે.

Advertisement

Chandkheda Mystery Case-Gujarat first3

Advertisement

પુત્રપ્રાપ્તિની ઈચ્છા અને પિતાની ડાયરીનો ખુલાસો

ચાંદખેડા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની તપાસમાં હવે નવા અને ચોંકાવનારા પાસાઓ સામે આવ્યા છે. પોલીસને મૃતક બાળકીના પિતા વિમલના ઘરમાંથી એક ડાયરી મળી આવી છે, જેમાં પુત્રપ્રાપ્તિની તીવ્ર ઈચ્છા હોવાનું લખાણ મળી આવ્યું છે. પત્નીની પૂછપરછમાં પણ એ વાત સામે આવી છે કે, પ્રથમ બાળકી બાદ તેઓ બીજા સંતાન તરીકે દીકરો ઈચ્છતા હતા. આ ડાયરી અને પારિવારિક માનસિકતા હવે તપાસમાં મહત્વનું કેન્દ્ર બની છે.

સીડીઆર (CDR) રિપોર્ટ અને ભૂતકાળની તપાસ

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પિતા વિમલ વર્ષ 2024માં થોડા દિવસો માટે કામના અર્થે મુંબઈ (Mumbai) નીકળી ગયો હતો. આ બાબતને ધ્યાને રાખીને અને ઘટનાના તાર જોડવા માટે પોલીસે પતિ-પત્નીના સીડીઆર (CDR) એટલે કે કોલ ડિટેલ રિપોર્ટ મંગાવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ ઘટનાના દિવસે અને તે પહેલા કોની સાથે શું વાતચીત થઈ હતી તેનું સત્ય બહાર આવશે.

ઢોસા સિવાયના એંગલ પર તપાસ તેજ

પરિવારજનો સતત એવું રટણ કરી રહ્યા છે કે 6 એપ્રિલના રોજ ઢોસા (Dhosa) ખાધા બાદ બાળકીઓના મોત થયા છે, પરંતુ અત્યાર સુધીની તપાસમાં આ દાવો સાબિત થયો નથી. ડેરી સંચાલકો અને આસપાસના 25થી વધુ લોકોના નિવેદનો બાદ પણ મામલો વધુ ગૂંચવાયો છે. જેના કારણે ચાંદખેડા પોલીસ (Chandkheda Police) અને ક્રાઈમ બ્રાંચ (Crime Branch) હવે ઢોસા સિવાયના અન્ય શંકાસ્પદ એંગલ પર પોતાની તપાસ કેન્દ્રિત કરી રહી છે.અત્યાર સુધી પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ઘટનાના દિવસે બાળકીઓના પિતાની મૂવમેન્ટ શું હતી તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

અત્યાર સુધી 50 થી વધુ સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ

પોલીસે આ હાઈપ્રોફાઈલ કેસમાં અત્યાર સુધી 50 થી વધુ સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ કરી છે અને પુરાવા એકત્ર કર્યા છે. આ ઉપરાંત, આ મામલે પિતા અને દાદાની પણ સઘન પૂછપરછ કરવામાં આવી છે.

Chandkheda Mystery Case-Gujarat first3

FSL રિપોર્ટમાં થઈ શકે છે ચોંકાવનારો ખુલાસો

તપાસ દરમિયાન અત્યાર સુધીમાં આસપાસના લોકો અને પરિવારજનો સહિત 25 થી વધુ વ્યક્તિઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એફએસએલ (FSL) રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં કોઈ મોટો અને ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે.

આ પણ વાંચો: Surendranagar Lakhtar highway પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો, 7 ના કરુણ મોત

Tags :
Advertisement

.

×