Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ચંડોળા તળાવમાં દબાણને લઇ ગરમાયું રાજકારણ, જાણો શું કહે છે સત્તા પક્ષ અને વિપક્ષ

Ahmedabad: શેહઝાદ ખાન પઠાણે આરોપ લગાવતા લખ્યું કે, ‘બે વર્ષ પહેલા પત્ર લખ્યો હતો છતાં દબાણ દૂર ન થયા કરવામાં આવ્યાં નથી’.
ahmedabad  ચંડોળા તળાવમાં દબાણને લઇ ગરમાયું રાજકારણ   જાણો શું કહે છે સત્તા પક્ષ અને વિપક્ષ
Advertisement
  1. બે વર્ષ પહેલા પત્ર લખ્યો હતો છતાં દબાણ દૂર ન થયા હોવાનો આરોપ
  2. દબાણ દૂર કરીને લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ
  3. સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દબાણ કર્યો હોવાનો વિપક્ષનો આરોપ

Ahmedabad: અમદાવાદમાં અત્યારે ચંડોળા તળાવની આજુ-બાજુ મોટા પ્રમાણમાં દબાણ થયું હોવાથી અનેક પ્રકારના નેતાઓના નિવેદનો સામે આવ્યાં છે. મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં ચંડોળા તળાવમાં દબાણને લઇને અત્યારે રાજકારણ ગરમાયું છે. જેથી સમગ્ર મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષે લખ્યા પત્ર લખ્યા હોવાનું સામે આવ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષે ચંડોળા તળાવ દબાણ લઈને પત્ર લખ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Surat: શહેરના જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ

Advertisement

ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને અમિત શાહનો પત્ર

આ મામલે ધારાસભ્ય અમિત શાહે પત્રમાં લખ્યું કે, ‘ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો દુર કરવા તારીખ 07/02/2025ના રોજ પત્ર લખેલ, વધારામાં આપને જણાવવાનુ કે, હાલમાં ત્યાં અ.મ્યુ.કોને કેટલાક તત્વો કચરો/ પુરણી ઠાલવી નવી વસાહતો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અંગે માન.કલેક્ટર સાહેબને ત્યાં મેસેજ, ફોટો, વીડિયો મોકલેલ છે, આપને પણ આ સાથે ફોટા વિડિયો મોકલી રહ્યો છું, આશા રાખુ છુ કે આપ નવી વસાહત બનતા રોકશો અને ભુતકાળમાં બનેલી ગેરકાયદેસર વસાહતો દુર કરશો.’ નોંધનીય છે કે, ધારાસભ્ય અમિત શાહે પણ આ દબાણો હટાવવા માટે એએમસીને પત્ર લખ્યો છે.

આ પણ વાંચો: Prayagraj મહાકુંભમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો કાળ, બોલેરો અને બસના અકસ્માતમાં 10ના મોત

દબાણ કરી સિમેન્ટ ગોડાઉન બનવામાં આવ્યું હોવાનો આક્ષેપ

વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે આરોપ લગાવ્યો છે. શેહઝાદ ખાન પઠાણે આરોપ લગાવતા લખ્યું કે, ‘બે વર્ષ પહેલા પત્ર લખ્યો હતો છતાં દબાણ દૂર ન થયા કરવામાં આવ્યાં નથી’. આ મામલે દબાણ દૂર કરીને લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. જો કે, આ કાર્યવાહી ના કરવામાં આવી હોવાથી અનેક આરોપ લગાવ્યાં છે. સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દબાણ કર્યો હોવાનો વિપક્ષનો આરોપ છે. પત્રમાં નામ સાથે લખ્યું છે કે, લાલાભાઈ ચંડોળા તળવામાં ગેરકાયદે બાંધકામ કરી પાર્ટી પ્લોટ ભાડે આપ્યું હતું જેમાં દબાણ કરી સિમેન્ટ ગોડાઉન બનવામાં આવ્યું છે’. એટલું જ નહીં પરંતુ હાલમાં 30થી 40 ટ્રેક્ટરથી દરરોજ પૂરાણ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×