ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chandola Lake Demolition : કામગીરીનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ, આપ્યું મોટું નિવેદન

નિરીક્ષણ બાદ હર્ષભાઇ સંઘવીએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, અહીં મોટાપ્રમાણમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી.
04:23 PM Apr 30, 2025 IST | Vipul Sen
નિરીક્ષણ બાદ હર્ષભાઇ સંઘવીએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, અહીં મોટાપ્રમાણમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી.
HarshS_Gujarat_first
  1. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચંડોળા તળાવની મુલાકાત લીધી (Chandola Lake Demolition)
  2. ચંડોળા તળાવ ખાતે થતી ડિમોલિશનની કામગીરીનું નિરીક્ષણ કર્યુ
  3. એક-એક ગેરકાયદે વસેલા લોકોને તેમને પરત મોકલીશું: હર્ષ સંઘવી
  4. ટૂંક જ સમયમાં ચંડોળા તળાવમાં ફરી પાણી ભરેલું દેખાશે: હર્ષ સંઘવી

Chandola Lake Demolition : અમદાવાદમાં (Ahmedabad) આવેલા ચંડોલા તળાવમાં થયેલા ગેરકાયેદસરનાં દબાણો દૂર કરવાની કામગીરીને આજે બીજો દિવસ છે. ચંડોળા તળાવમાં (Chandola Lake) દબાણો દૂર કરવાની અંદાજિત 60 ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. ત્યારે, આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ચંડોલા તળાવમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમની સાથે મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Chandola Lake Demolition Day 2: આજે ફરી સવારે 8 વાગ્યાથી જ ડિમોલિશન કામગીરી શરૂ, 60 ટકા કામગીરી પૂર્ણ

ગૃહરાજ્યમંત્રીએ ચંડોળા તળાવ ડિમોલિશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે અમદાવાદનાં ચંડોળા તળાવમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરીનું (Chandola Lake Demolition) નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમની સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક (G.S. Malik), AMC કમિશનર બંછાનિધિ પાની (Banchhanidhi Pani) સહિતનાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. ગૃહ રાજ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી ડિમોલિશનની કામગીરી અંગે સમગ્ર માહિતી મેળવી હતી. નિરીક્ષણ બાદ હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, અહીં મોટાપ્રમાણમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. બાંગ્લાદેશમાંથી દીકરીઓને ફોસલાવી અહીં બોલાવી તેમનું શોષણ કરવામાં આવતું હતું.

આ પણ વાંચો - Chandola Demolition : JCP ની પ્રેસ કોન્ફરન્સ, ફાર્મ હાઉસમાં દેહવેપાર-ડ્રગ્સ રેકેટનો ચોંકાવનારો ખુલાસો!

એક-એક ગેરકાયદે વસેલા લોકોને તેમના દેશ પરત મોકલીશું : હર્ષ સંઘવી

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આગળ કહ્યું કહ્યું કે, અહીં ડ્રગ્સ, દારૂનો બેફામ કારોબાર ચલાવવામાં આવતો હતો. અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ અહીં ધમમધમતી હતી. અહીં, દેશ વિરોધી પ્રવૃત્તિઓ પણ થતી હતી. છેલ્લા છ મહિનાથી અહીં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા પણ અહીંથી બાંગ્લાદેશીઓ મળ્યા હતા. જ્યારે, પાંચ મહિના પહેલા પણ અહીંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા અને તેમાંથી ઘણાને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, એક-એક ગેરકાયદે વસેલા લોકોને તેમના દેશ પરત મોકલીશું. કોઈ પણ ખૂણે ગેરકાયદેસર બાંગ્લાદેશી (Bangladeshis) રહેતા હશે તેમને ડિપાર્ટ કરાશે. ભૂપેન્દ્રભાઈની (CM Bhupendra Patel) સરકાર નિયમો પ્રમાણે કામ કરી રહી છે અને તે મુજબ જ આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારને ખૂબ મોટું દબાણ દૂર કરવામાં સફળતા મળી છે. નિર્દોષ લોકોને હેરાનગતિ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, ટૂંક જ સમયમાં ચંડોળા તળાવમાં ફરી પાણી ભરેલું દેખાશે.

આ પણ વાંચો - Chandola Lake Demolition : CM ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક પૂર્ણ, 40 મિનિટની મિટિંગમાં શું થઈ ચર્ચા?

Tags :
AhmedabadAhmedabad Crime BranchAhmedabad PoliceAMCBanchhanidhi PaniBangladeshisChandola Lake DemolitionCM Bhupendra PatelDemolition in GujaratG.S. MalikGUJARAT FIRST NEWSHarsh SanghviLalla BihariTop Gujarati News
Next Article