Chandola Lake Demolition : દબાણો દૂર કર્યા બાદ ચંડોળા તળાવને લઈ વિશેષ આયોજન
- ચંડોળા તળાવને લઈને કરવામાં આવ્યું વિશેષ આયોજન (Chandola Lake Demolition)
- તળાવોને આગામી સમયમાં પાણીથી ભરવામાં આવશે
- નાના ચંડોળા અને મોટા ચંડોળાને એક કરવામાં આવશે
- ચંડોળામાં પ્રથમ ફેઝમાં 4000 દબાણો દૂર કરવામાં આવ્યા
- દેશવિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલ લોકોના મકાન તોડ્યા
Chandola Lake Demolition : અમદાવાદમાં (Ahmedabad) આવેલા ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા ગેરકાયેદસરનાં દબાણો દૂર કરવાની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. ત્યારે ચંડોળા તળાવને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નાના ચંડોળા અને મોટા ચંડોળાને એક કરવામાં આવશે એવી માહિતી છે. તળાવોને આગામી સમયમાં પાણીથી ભરવામાં આવશે. ચંડોળામાં પ્રથમ ફેઝમાં 4000 દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં દેશવિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલ લોકોનાં મકાન પણ તોડ્યા છે.
આ પણ વાંચો - Bharuch : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યાયતંત્રનો માન્યો આભાર, પોલીસની કામગીરી બિરદાવી
ચંડોળામાં પ્રથમ ફેઝમાં 4000 દબાણો દૂર કરવામાં આવ્યા
અમદાવાદનાં ચંડોળા તળાવ વિસ્તાર કે જેને 'મીની બાંગ્લાદેશ' (Mini Bangladesh in India) કહેવામાં આવતું હતું, જ્યાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકોએ ગેરકાયદેસર રીતે વસવાટ કર્યો હતો. આ દબાણ સામે હવે તંત્રે લાલ આંખ કરી છે. એએમસી અને પોલીસ ટીમ દ્વારા ચંડોળા તળાવ અને નજીકનાં વિસ્તારોમાં થયેલા ગેરકાયદેસરનાં દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. માહિતી અનુસાર, ચંડોળામાં પ્રથમ ફેઝમાં 4000 દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં દેશવિરોધી પ્રવૃત્તિ સાથે સંકાળાયેલાઓનાં પણ મકાનો તોડ્યા છે.
આ પણ વાંચો - Rajkot: પરબધામના સંત કરશનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક, સીનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
નાના ચંડોળા અને મોટા ચંડોળાને એક કરવામાં આવશે
પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી સમયમાં જે સ્થાનિકો ગેરકાયદે રહે છે તેમના દ્વારા કરવામાં આવેલા દબાણો પણ દૂર કરાશે. અમદાવાદ કોર્પોરેશન અને પોલીસ સાથે મળીને આ દબાણ હટાવવાની ઝૂંબેશ હાથ ધરશે. સરવે કર્યાં બાદ હવે AMC દ્વારા દબાણો દૂર કરવામાં આવશે. જો કે, પહેલા દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવશે. સ્વૈચ્છિક ખાલી નહીં કરે તો લેન્ડગ્રેબિંગનો કેસ દાખલ કરાશે. માહિતી મુજબ, દબાણો દૂર કર્યા બાદ નાના ચંડોળા અને મોટા ચંડોળાને એક કરવામાં આવશે અને તળાવોને આગામી સમયમાં પાણીથી ભરવામાં આવશે.
આ પણ વાંચો - Godhra Kand : સાબરમતી એક્સ. સળગાવવાનાં કેસમાં 9 પો. કર્મીઓની છટણી અંગે HC નો મોટો નિર્ણય