બુટલેગરે દારૂની ખેપ મારવા મોડસ ઓપરેન્ડી બદલી, જાણો નવી એમઓ
અમદાવાદની અસલાલી પોલીસે દારુની હેરાફેરી કરનારા યુગલ પાંડે નામના શખ્સને ઝડપી લઇને તેની પાસેથી 1 લાખની કિંમતનો દારુ જપ્ત કર્યો હતો. કારમાલીકની જાણ બહાર કાર ભાડે મેળવી તેમાં દારુની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું હતું. યુગલ પાંડે રાજસ્થાનથી દારુનો જથ્થો લાવી લાંભા ઈન્દીરા નગરમાં લઈ જવાનો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જોકે આ ગુનામાં દારુ મંગાવનાર અનà«
Advertisement
અમદાવાદની અસલાલી પોલીસે દારુની હેરાફેરી કરનારા યુગલ પાંડે નામના શખ્સને ઝડપી લઇને તેની પાસેથી 1 લાખની કિંમતનો દારુ જપ્ત કર્યો હતો. કારમાલીકની જાણ બહાર કાર ભાડે મેળવી તેમાં દારુની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું હતું.
યુગલ પાંડે રાજસ્થાનથી દારુનો જથ્થો લાવી લાંભા ઈન્દીરા નગરમાં લઈ જવાનો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જોકે આ ગુનામાં દારુ મંગાવનાર અને રાજસ્થાનથી દારૂ મોકલનાર બંનેની શોધખોળ શરુ કરી હતી.
1 લાખના વિદેશી દારુ સાથે ઝડપાયેલા આરોપી યુગલ પાંડેની પૂછપરછ કરતા દારુ મંગાવનાર નિશાંત ઉર્ફે ભોલુ શર્મા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે રાજસ્થાનથી દારુ મોકલનાર શ્રવણ ખરાડી હોવાનું બહાર આવ્યું છે.
આરોપીની પૂછપરછમાં સામે આવ્યુ કે યુગલ પાંડેને દરેક બોટલ ના વેચાણ પર કમિશન મળતુ હતુ.તેણે કાર ભાડે મેળવી એક દિવસના 3 હજાર લેખે બે દિવસ ના 6 હજાર ભાડામાં કાર સેલ્ફ ડ્રાઈવ માટે મેળવી હતી.
કાયદાકીય માહિતીથી જાણકાર થયા બાદ બુટલેગરો દારુની હેરાફેરી માટે પોતાની ગાડીનો ઉપયોગ કરતા નથી, કારણ કે, બુટલેગરની ગાડી કબ્જે લેવાયા બાદ ઝડપથી તેનો કબજો મળતો નથી અને બુટલેગરો ને આર્થિક માર પડે છે, જેથી તેઓ હવે ભાડાની ગાડી કે અન્ય કોઈનું વાહન મેળવી દારુની હેરાફેરી કરતા હોવાનુ પોલીસ માની રહી છે.


