Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લૉન એજન્ટના મેળાપીપણાથી 7 લોકોને 9.21 કરોડનો ગઠીયાએ ચૂનો લગાવ્યો, EOW Ahmedabad માં તપાસ શરૂ

અમદાવાદ શહેરમાં લૉન એજન્ટ તેમજ એક ગઠીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વિશાલ વોરા અને રાહુલ શર્મા સામે કુલ 9.21 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા EOW Ahmedabad એ તપાસ આરંભી છે. અત્રે નોંધનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં 4.28 કરોડના છેતરપિંડી કેસમાં બંને આરોપીઓની ધરપકડ થતા વિશાલ વોરા જેલમાં છે અને લૉન એજન્ટ રાહુલ શર્મા જામીન પર મુક્ત છે.
લૉન એજન્ટના મેળાપીપણાથી 7 લોકોને 9 21 કરોડનો ગઠીયાએ ચૂનો લગાવ્યો  eow ahmedabad માં તપાસ શરૂ
Advertisement
EOW Ahmedabad  : રૂપિયા કમાઈ લેવાની લાલચમાં રોજબરોજ અનેક લોકો લાખો/કરોડો રૂપિયાની ઠગાઈનો ભોગ બને છે. અમદાવાદ શહેરમાં સામે આવેલા એક કિસ્સામાં લૉન એજન્ટ તેમજ એક ગઠીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફાર્માસ્યુટીકલ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ તેમજ અનેક વેપારીઓ છેતરપિંડીનો ભોગ બન્યાં છે. આ મામલે વિશાલ વોરા અને રાહુલ શર્મા સામે કુલ 9.21 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા EOW Ahmedabad એ તપાસ આરંભી છે. અત્રે નોંધનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં 4.28 કરોડના છેતરપિંડી કેસમાં બંને આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. વિશાલ વોરા જેલમાં છે અને DSA રાહુલ શર્મા જામીન પર મુક્ત હોવાથી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.

EOW Ahmedabad માં અરજીની તપાસ બાદ FIR

લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ થોડાંક સપ્તાહ અગાઉ આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ (EOW Ahmedabad) ને મળી હતી. જે અરજીની તપાસ બાદ 9 કરોડ 21 લાખ 21 હજાર 980 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ Crime Branch Ahmedabad માં નોંધાઈ છે. જેમાં વિશાલ મનુભાઈ વોરા (રહે. શ્રીનંદ એલાઈટ, અમર જવાન સર્કલ પાસે, નિકોલ, અમદાવાદ) અને લૉન એજન્ટ રાહુલ જીતેન્દ્રકુમાર શર્મા (રહે. કલા રેસીડેન્સી, રેડિયો મીર્ચી રોડ, સેટેલાઈટ, અમદાવાદ)ને આરોપી તરીકે દર્શાવાયા છે.

કોને અને કેટલી રકમનો ચૂનો લગાવ્યો

EOW Ahmedabad ખાતે નોંધાયેલી ફરિયાદમાં મેહુલકુમાર સતાસિયા (રહે. શ્રીનંદ એલાઈટ, નિકોલ) મુખ્ય ફરિયાદી છે. મેહુલકુમારને 48 લાખ 57 હજાર 925 રૂપિયા અને તપન યોગેન્દ્રભાઈ ત્રિવેદીને 71 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. પ્રિતેશ ભરતભાઈ માલવીયાને 1 કરોડ 50 લાખ 54 હજાર 780 રૂપિયા, જોષી રાકેશકુમાર અશોકભાઈને 1.28 કરોડ અને નિકુંજ અમીપરા તથા સંજય નંદલાલને 2 કરોડ 69 લાખ 31 હજાર 204 રૂપિયાની ઠગાઈ થઈ છે. જ્યારે વિજયભાઈ નાગજીભાઈ મેશીયા અને તેમના સંબંધીઓ સાથે 2 કરોડ 53 લાખ 78 હજાર 071 રૂપિયાની છેતરપિંડી થઈ છે.
Loan_and_credit_card_fraud_case_PI_Shilpa_Chaudhary_EOW_Ahmedabad_Cheater_Vishal_Vora_and_Bank_loan_agent_Rahul_Sharma

કેવી રીતે આચરવામાં આવી છે ઠગાઈ ?

અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં સુમેલ 88માં ઑફિસ ધરાવતો અને નિકોલમાં રહેતા વિશાલ વોરા અને લૉન એજન્ટ રાહુલ શર્માની જોડી હાલ પોલીસ ચોપડે ફરાર છે. કાપડ તેમજ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ મશીનનો ધંધો કરતો વિશાલ વોરા સારો એવો નફો મેળવે છે તેવું દર્શાવીને લોકો સાથે ઘરોબો કેળવતો હતો. ધંધામાં રૂપિયાની અચાનક જરૂર પડી છે, લૉનના હપ્તા ભરવાના છે તેમ કહીને લોકોના નામે લૉન એજન્ટ રાહુલ શર્મા (Loan Agent Rahul Sharma) થકી જુદીજુદી બેંકોમાંથી લાખો/કરોડો રૂપિયાની પર્સનલ લૉન કરાવી આપતો હતો. આ રકમ વિશાલ વોરા બોગસ કંપનીઓમાં તેમજ માતા વિમળાબહેન વોરા, ડ્રાઈવર સુભાષ વિરડીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને બેંકના હપ્તા પોતે ભરશે તેવા વચન આપતો હતો. બે-પાંચ મહિના સુધી બેંકના હપ્તાની રકમ જમા કરાવ્યા બાદ વાયદાઓ કરતો હતો. 9.21 કરોડની છેતરપિંડી આચર્યા બાદ ઠગ વિશાલ મનુભાઈ વોરા (Cheater Vishal M Vora) ઑફિસને તાળા મારી ગત ઑગસ્ટ મહિનામાં ગાયબ થઈ ગયો હતો.

સપ્ટેમ્બરમાં ઠગ જોડીની અન્ય કેસમાં થઈ હતી ધરપકડ

અમદાવાદના નિકોલમાં રહેતા દિનેશ હીરપરાએ ગત સપ્ટેમ્બરમાં વિશાલ વોરા અને રાહુલ શર્મા સામે 4.28 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવતા આરોપીઓની EOW Ahmedabad ના મહિલા પીઆઈ શિલ્પા ચૌધરી (PI Shilpa Chaudhary) એ ધરપકડ કરી હતી. દિનેશ હીરપરાને 10 હજારના પગારે ઑફિસ બૉય તરીકે નોકરી રાખીને મકાનના હપ્તા તેમજ પગાર વધારી આપવાની લાલચ આપી દિનેશભાઈના નામે કંપની બનાવી હતી. દિનેશ હીરપરા અને તેમની માતા અને પત્નીના દસ્તાવેજો થકી રાહુલ શર્માએ 11 જેટલી બેંકોમાં ખાતા ખોલાવી 4 કરોડથી વધુની લૉનો મેળવી હતી તેમજ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ (Loan and Credit Card Fraud) કરીને 21 લાખ રોકડા કરી લીધા હતા.
Tags :
Advertisement

.

×