Gujarat High Court ને મળ્યું નવું આર્બિટ્રેશન સેન્ટર, CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન
Ahmedabad : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નવા આર્બિટ્રેશન સેન્ટરનું (Arbitration Center) વિધિવત ભૂમિપૂજન કર્યું હતું. રુ. 2700 કરોડના બજેટ સાથે ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક થશે ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રીએ શું કરી જાહેરાત જાણો....
Advertisement
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ની મુલાકાતે પહોંચ્યા
- હાઈકોર્ટ ખાતે નવા આર્બિટ્રેશન સેન્ટર (Arbitration Center)નું કર્યું ભૂમિપૂજન
- કોર્ટ બહાર વાણિજ્યિક અને નાગરિક વિવાદોના ઉકેલ માટે સેન્ટર બનશે મહત્વપૂર્ણ
- CM ભૂપેન્દ્રભાઈ પટેલે ઝડપી ન્યાય પ્રણાલી પર આપ્યો ભાર
Ahmedabad: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નવા આર્બિટ્રેશન સેન્ટરનું (Arbitration Center) વિધિવત ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ન્યાય પ્રક્રિયાને ઝડપી અને વધુ સુલભ બનાવવા માટે અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે.

