CM Bhupendra Patel અમદાવાદમાં આયોજિત Tiranga Yatra બાઈક રેલીમાં જોડાયા
- CM Bhupendra Patel અમદાવાદમાં આયોજિત Tiranga Yatra બાઈક રેલીમાં જોડાયા
- ખુલ્લી જીપમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત હજારો જવાનોમાં દેશભક્તિનો સંચાર કર્યો હતો
- આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો, સ્થાનિકો અને મહાનુભાવો જોડાયા હતા
Ahmedabad: સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ દેશભક્તિનો માહોલ છવાયેલો છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રા દ્વારા ભારતીય સેનાની આભારવિધિ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ તિરંગા યાત્રા દરમિયાન બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જોડાયા હતા. અમદાવાદના લપકામણથી અદાણી શાંતિગ્રામ સુધી આ બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
ભારતીય સેનાના પરાક્રમના વધામણા
અમદાવાદમાં લપકામણથી અદાણી શાંતિગ્રામ સુધી Tiranga Yatra અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ ભારતીય સેનાના પરાક્રમને વધાવી લીધું હતું. ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન સિંદૂરને સન્માનિત કરવા CM Bhupendra Patel ના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા વિસ્તારમાં ભવ્ય Tiranga Yatra બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લપકામણ ગામથી પ્રારંભ થયેલી આ રેલી અદાણી શાંતિગ્રામ સુધી પહોંચી હતી જે દરમિયાન રાષ્ટ્રભક્તિના અનોખા દ્રશ્યો સર્જાયા હતાં.
આ પણ વાંચોઃ DAHOD : રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડના પુત્રની ધરકપડ, કૌભાંડ નડ્યું
મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત
CM Bhupendra Patel ના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લપકામણ ગામથી પ્રારંભ થયેલી આ રેલી અદાણી શાંતિગ્રામ સુધી પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવકો, સ્થાનિકો ઉપરાંત મહાનુભાવો પણ જોડાયા હતા. જેમાં ગુજરાત રાજ્યના CM Bhupendra Patel એ આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો. મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને સમગ્ર રૂટ દરમિયાન ગ્રામજનોનું ઉષ્માભર્યુ અભિવાદન ઝીલ્યું હતું. લપકામણ, લીલાપુર, ખોડિયાર અને આસપાસના ગામોના સેંકડો યુવાનોએ ઉત્સાહભેર આ બાઈક રેલીમાં ભાગ લીધો હતો. બાઈક રેલીના સમગ્ર માર્ગ પર ભારત માતાના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું, અને ગ્રામજનોએ હિન્દની સેનાના વીરત્વને એક અવાજે વધાવી લીધું હતું. આ રેલીમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, વિવિધ ગામોના સરપંચો, પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
આ પણ વાંચોઃ VADODARA : સ્માર્ટ વીજ મીટરના વિરોધ બાદ કર્મીઓએ ચાલતી પકડી