Ahmedabad News : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં 25 વર્ષની જનસેવાના કાર્યકાળને યાદ કરવા અમદાવાદમાં વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. બોડકદેવના પંડિત દીનદયાળ હોલ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનસેવા, સુશાસન, વિકાસકાર્યો અને દેશના વિકાસ માટે લેવામાં આવેલા વિવિધ નિર્ણયોની ઝાંખી રજૂ કરવામાં આવી છે.
CM ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રદર્શનની મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બોડકદેવ સ્થિત પંડિત દીનદયાળ હોલ ખાતે પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની જનસેવાની સફર દર્શાવતી પ્રદર્શનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ પ્રદર્શનમાં વિવિધ વિભાગોમાં રજૂ કરવામાં આવેલી માહિતીનું નિરીક્ષણ કર્યું હતું. પ્રદર્શનના વિવિધ વિભાગોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન અને જાહેર જીવનની સફર સાથે તેમના કાર્યકાળ દરમિયાન હાથ ધરાયેલા વિકાસકાર્યોની માહિતી રજૂ કરવામાં આવી છે.
જનકલ્યાણકારી યોજનાઓથી વિકાસકાર્યો સુધીની ઝાંખી
આ વિશેષ પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને દેશના વિકાસ માટે લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે માહિતીપ્રદ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ રાષ્ટ્રસેવા, સુશાસન અને વિકાસના સંકલ્પને પણ વિવિધ માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવનમાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલા વિવિધ વિકાસકાર્યો અને મહત્વપૂર્ણ પહેલોની માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ આ પ્રદર્શનના માધ્યમથી કરવામાં આવ્યો છે.
CM એ લોકો સાથે કરી વાતચીત
પ્રદર્શનની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્યાં આવેલા લોકો સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન CM એ પોતાના આગવા અને રમૂજી અંદાજમાં લોકો સાથે સંવાદ કર્યો હતો. કેટલાક લોકો સાથે તેમણે હળવા-ફુલકા અંદાજમાં વાતચીત કરી હતી અને ‘જમીને આવ્યા છો?’ જેવા સવાલો કરીને વાતાવરણને હળવું બનાવ્યું હતું. મુખ્યમંત્રીએ લોકો સમક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્ય અને કામગીરીની પ્રશંસા પણ કરી હતી. પ્રદર્શનની મુલાકાત દરમિયાન કેટલીક મહિલાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સેલ્ફી પણ લીધી હતી.
નાગરિકો અને મહાનુભાવોએ પ્રદર્શન નિહાળ્યું
પંડિત દીનદયાળ હોલ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં વિવિધ વિભાગો દ્વારા માહિતીપ્રદ રજૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીની 25 વર્ષની જનસેવા, સુશાસન અને વિકાસની સફરને એક સ્થળે રજૂ કરવામાં આવતા મહાનુભાવો ઉપરાંત નાગરિકો પણ પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. આ પ્રદર્શનના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનની 25 વર્ષની સફર અને રાષ્ટ્રસેવા સાથે જોડાયેલા વિવિધ પાસાઓને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Kheda Police Mega Drive : ખેડાના ગુતાલમાં વહેલી સવારે પોલીસની મેગા રેડ! 100 પોલીસકર્મીઓએ ગામ કોર્ડન કર્યું