Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabd News: જરૂરિયાતમંદ બાળકો માટે રમકડાં આપનાર બાળકોનુંCM ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું અભિવાદન

Ahmedabd News: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા મતવિસ્તારમાં બોપલ-ઘુમા સ્થિત આરોહી ટ્વીન્સ બંગલો ખાતે “રમશે બાળક, ખીલશે બાળક” અભિયાન અંતર્ગત મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો.
ahmedabd news  જરૂરિયાતમંદ બાળકો માટે રમકડાં આપનાર બાળકોનુંcm ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું અભિવાદન
Advertisement

Ahmedabd News: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા મતવિસ્તારમાં બોપલ-ઘુમા સ્થિત આરોહી ટ્વીન્સ બંગલો ખાતે “રમશે બાળક, ખીલશે બાળક” અભિયાન અંતર્ગત મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો.

CM ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં Ahmedabd માં 'રમશે બાળક ખીલશે બાળક' કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી શરૂ થયેલું આ અભિયાન સમાજના વિવિધ વર્ગોને એક માનવીય કાર્ય સાથે જોડે છે. પોતાના બાળકોના રમકડાં અન્ય બાળકો સાથે વહેંચવાની ભાવના સામાજિક ભાવના અને માનવતાના મૂલ્યોને તથા પરિવાર ભાવના ને વધુ મજબૂત બનાવે છે.

Advertisement

બાળકના સર્વાંગી વિકાસમાં રમકડાંની મહત્વપૂર્ણ ભૂમિકા

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાળકના સર્વાંગી વિકાસમાં રમત-ગમત અને રમકડાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમાજના સક્ષમ પરિવારોના બાળકો દ્વારા ઉપયોગમાં લેવાયેલા અને હાલ ઉપયોગમાં ન હોય તેવા રમકડાં જરૂરિયાતમંદ બાળકોને અર્પણ કરવાની આ પહેલ માત્ર દાનનું કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીમાં સંવેદના, સહાનુભૂતિ અને વહેંચણીના સંસ્કારોનું સિંચન કરતું અભિયાન છે.

Advertisement

બાળકોની નિઃસ્વાર્થ ભાવનાને મુખ્યમંત્રીએ બિરદાવી

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ એક સંવેદનાસભર કાર્યક્રમ છે, જે ગરીબ બાળકોના જીવનમાં ખુશીઓ લાવવાનું કામ કરી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ મુહિમ દ્વારા બાળકોમાં ‘શેરિંગ ઈઝ કેરિંગ’ (વહેંચણી એ જ પરવા)ની ભાવના વિકસી રહી છે.મુખ્યમંત્રીએ રમકડાં અર્પણ કરનાર તમામ બાળકોનો આભાર માનતા કહ્યું હતું કે, બાળકોએ પોતાની ખુશીથી અન્ય જરૂરિયાતમંદ મિત્રો માટે રમકડાં આપ્યા છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. એકત્રિત કરવામાં આવેલા આ રમકડાં હવે વિવિધ આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવશે.

મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ

મુખ્યમંત્રીએ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુ ને વધુ રમકડાં દાન કરીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો.

કાર્યક્રમમાં આ અગ્રણીઓ પણ જોડાયા

આ કાર્યક્રમમાં અગ્રણીઓ વિનોદભાઈ પટેલ અને દર્શનભાઈ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Government Schools News: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત, 98 નવી સરકારી શાળાઓને મળી મંજૂરી, વાંચો સંપૂર્ણ યાદી

Tags :
Advertisement

.

×