CM Bhupendra Patel નો મહત્ત્વનો નિર્ણય! કાલુપુર, સાળંગપુર રેલવે ઓવરબ્રિજ, રાધનપુર બ્રિજ માટે રૂ.272.75 કરોડ મંજૂર
- કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત નિર્માણ ખર્ચ માટે રૂપિયાની ફાળવણી (CM Bhupendra Patel)
- કાલુપુર, સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રૂ. 220 કરોડ ફાળવ્યા
- રાધનપુર-ભિલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 53 કરોડ ફાળવ્યા
- રાજ્ય સરકારના 50 ટકા ફાળા તરીકે રૂ. 220 કરોડ રૂપિયા ફાળવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત 440 કરોડનાં ખર્ચે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતનાં કામો માટે રાજ્ય સરકારનાં 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વિરાસત ભી વિકાસ ભી’ ના ધ્યેય સાથે રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ સહિતનાં કામોથી નાગરિકોનું 'ઈઝ ઓફ લિવિંગ' વધારવા માટે પ્રાથમિકતા આપી છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂરી
અમદાવાદ રેલવે સ્ટેશનનાં કાયાકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષો જૂના કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજનાં ફોર-લેન સહિતનાં નવીનીકરણનાં કામો માટે રાજ્ય સરકારનાં ફાળા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આ નાણા ફાળાવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વર્ષ 2010 માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રેલવે ઓવરબ્રિજ પહોળા કરવા આ રકમ મંજૂર કરી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર કાલુપુર રેલવે ઓવરબ્રિજનું (Kalupur railway overbridge) નિર્માણ 108 વર્ષ પહેલા 1915 માં તથા સાળંગપુર રેલવે ઓવરબ્રિજનું 83 વર્ષ અગાઉ વર્ષ 1940 માં નિર્માણ થયું હતું. હાલમાં, આ કાલુપુર રેલવે ઓવર બ્રિજ (મનુભાઇ પરમાર બ્રિજ) બન્ને તરફ ફૂટપાથ સાથે થ્રી-લેન અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજ ટુ-લેન પહોળાઈ ધરાવે છે.
આ પણ વાંચો - Mahakumbh 2025: વડાપ્રધાનના ભત્રીજા સચિન મોદીને લાગ્યો મહાકુંભનો રંગ, પ્રયાગરાજમાં લલકાર્યા કબીરના ભજન
રાધનપુર-ભિલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 53 કરોડ ફાળવ્યા
આ પુલોનાં લાઈફ સ્પાન અને સલામતી તેમ જ વધતા જતાં ટ્રાફિકનાં ભારણને ધ્યાને રાખીને બંને પુલ તોડીને નવેસરથી ફોર-લેન કરવાનું રિકન્સ્ટ્રક્શન રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. ઉપરાંત, રાધનપુર શહેર તથા ભિલોટ માર્ગ પર હયાત રેલવે ક્રોસિંગ LC-100-2E પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel) 52.83 કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા આ માર્ગ પર મંજૂર ઓવરબ્રિજ (Radhanpur Bridge) બનવાથી નાગરિકોને માલ પરિવહન અને મુસાફરી સરળ બનશે.
આ પણ વાંચો - VADODARA : દારૂના પૈસે દવા, લીકર પરમિટની આવકનો યોગ્ય ખર્ચ
આ ત્રણેય બ્રિજની કામગીરી માટે કુલ 272.75 કરોડ રૂપિયાની ફાળવણી
આ ત્રણેય બ્રિજની કામગીરી માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Swarnim Jayanti Mukhyamantri Urban Development Scheme) હેઠળ નાણાંકીય સહાય આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. તદઅનુસાર, કાલુપુર રેલવે ઓવર બ્રિજ(મનુભાઇ પરમાર બ્રિજ) માટે 106.67 કરોડ, સારંગપુર રેલવે ઓવરબ્રિજ માટે 113.25 કરોડ અને રાધનપુર બ્રિજ (Radhanpur Bridge) માટે 52.83 કરોડ મળી કુલ 272.75 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી આ બંને શહેરોમાં કનેક્ટિવિટી સુગમ બનશે, ટ્રાફિકનું ભારણ ઘટશે અને નાગરિકોનાં સમય, શક્તિ અને ઇંધણની બચત થશે.
આ પણ વાંચો - Ahmedabad: Khyati Hospital Scam મામલે મુખ્ય સૂત્રધાર કોર્ટમાં રજૂ, 10 દિવસના રિમાન્ડ મંજૂર