Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad સહિત રાજ્યમાં ઠંડીનું જોર, જાણો કયા શહેરમાં છે સૌથી નીચું તાપમાન

ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને લીધે ઠંડીનો ચમકારો રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે સવારના સમયે Ahmedabad શહેરમાં 14 ડિગ્રી તાાપમાન Ahmedabad: છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ...
ahmedabad સહિત રાજ્યમાં ઠંડીનું જોર  જાણો કયા શહેરમાં છે સૌથી નીચું તાપમાન
Advertisement
  • ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને લીધે ઠંડીનો ચમકારો
  • રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે
  • સવારના સમયે Ahmedabad શહેરમાં 14 ડિગ્રી તાાપમાન

Ahmedabad: છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને લીધે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગયો છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 7 ડિગ્રી રહ્યું છે. સવારના સમયે અમદાવાદ શહેરમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે.

નલિયામાં 7 ડિગ્રી અને રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

નલિયામાં 7 ડિગ્રી અને રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તથા ભુજમાં 11, ગાંધીનગર અને દાહોદમાં 12 ડિગ્રી ઠંડીનો પારો તેમજ વડોદરા, ભાવનગર અને સુરતમાં તાપમાન 15 ડિગ્રી જોવા મળ્યું છે.

Advertisement

અમદાવાદમાં ઠંડા પવનનું જોર વધ્યું

હાલમાં સર્જાયેલું એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં તેમજ હિમાલય તરફથી ઠંડા પવનોનું જોર વધવાથી સોમવારે અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 12.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ઠંડા પવનનું જોર વધ્યું હતું. જેને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. હજુ આગામી 5 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેવાની આગાહી હવામાન નિષ્ણાતે કરી છે.

Advertisement

સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી થઈ પડતી હોય છે

સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી થઈ પડતી હોય છે. પરંતુ આ વખતે લા-નીનોની અસરથી ડિસેમ્બરમાં જોઈએ એવી ઠંડી પડી ન હતી. હવામાન વિભાગના આંકડા મુજબ, હિમાલય તરફના ઠંડા પવનો શરૂ થતાં છેલ્લાં બેથી ત્રણ દિવસમાં અમદાવાદના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ક્રમશ ઘટાડો થયો છે. તેમાંય સોમવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રીએ પહોંચતાં સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાન 26.1 ડિગ્રી નોંધાયું હતું.

આ પણ વાંચો: Gujarat News : આજે 6 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×