Gujarat Weather: ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો, જાણો શું છે હવામાન વિભાગની આગાહી
- Gujarat Weather: વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે
- કંડલામાં 11.7 ડિગ્રી, અમરેલી 9.2 ડિગ્રી, ભાવનગર 15.2 ડિગ્રી તાપમાન
- રાજ્યમાં ઠંડીએ જોર પકડતા લોકો તાપણાંના સહારો લીધો
Gujarat Weather: ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. તેમજ રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી સમયમાં ઠંડી વધશે. તથા અમદાવાદનું તાપમાન જોઇએ તો 16.1 ડિગ્રી રહ્યું છે. તેમજ ડીસામાં 12.ડિગ્રી, ગાંધીનગર 15.1 ડિગ્રી, વડોદરા 15.8 ડિગ્રી, ભુજ 11.8 ડિગ્રી, નલિયા 9 ડિગ્રી, કેશોદ 11.2 ડીગ્રી તથા મુન્દ્રામાં 13.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.
કંડલામાં 11.7 ડિગ્રી, અમરેલી 9.2 ડિગ્રી, ભાવનગર 15.2 ડિગ્રી તાપમાન
ઉલ્લેખનીય છે કે કંડલામાં 11.7 ડિગ્રી, અમરેલી 9.2 ડિગ્રી, ભાવનગર 15.2 ડિગ્રી, સુરેન્દ્રનગર 14 ડિગ્રી, પોરબંદર 14.4 ડિગ્રી, રાજકોટ 11.2 ડિગ્રી, મહુવા 13.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વહેલી સવારે ગાઢ ધુમસ્સ છવાયું છે. તથા ધુમસ્સના કારણે વિઝિબિલિટી ઘટી ગઇ છે. તેમજ ધુમ્મસના કારણે ઠંડીમાં પણ ઘટાડો થયો છે. સવારે 8.30 વાગ્યા સુધી આકાશમાં ધુમ્મસ જોવા મળ્યું છે.
Gujarat Weather: ઠંડીએ જોર પકડતા લોકો તાપણાંના સહારે
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો છે. જેમાં વાદળ છાયા વાતાવરણની વચ્ચે ગાઢ ધુમ્મસ દેખાઇ છે. દાહોદ શહેર સહિત જિલ્લાના તાલુકા મથકોમાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઇ છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ધુમ્મસના કારણે જીરો વિઝિબિલિટી થતા હેડ લાઈટ ચાલુ કરી વાહન ચલાવતા વાહન ચાલકો નજરે પડ્યા છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઠંડીએ જોર પકડતા લોકો તાપણાંના સહારે છે.
લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી 24 કલાક દરમિયાન એટલે કે રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઉંચકાઇ શકે છે. જેના પગલે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાઇ શકે છે. ત્યાર પછીના 24 કલાક એટલે કે બીજા દિવસે લઘુત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. જેના પગલે કડકડતી ઠંડી અનુભવાઇ શકે છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.


