Gujarat Cold: ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નીચે ગયુ છે. સૌથી નીચુ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10.0 ડિગ્રી નોંધાયુ છે.
અમદાવાદમાં 14.6 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 14.6 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 15.4 ડિગ્રી તથા વડોદરામાં 12.6 ડિગ્રી, સુરતમાં 18.0 ડિગ્રી તાપમાન તેમજ સંઘપ્રદેશ દમણમાં 15.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ભુજમાં 14.2 ડિગ્રી, કંડલા પાર્ટ પર 15.5 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 13.9 ડિગ્રી, ભાવનગરમાં 14.2 ડિગ્રી, દેવભૂમિ દ્વારકામાં 18.8 ડિગ્રી, ઓખામાં 22.1 ડિગ્રી તથા પોરબંદરમાં 14.4 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી તેમજ વેરાવળમાં 19.8 ડિગ્રી, દીવમાં 17.7 ડિગ્રી તાપમાન તથા સુરેન્દ્રનગરમાં 16.5 ડિગ્રી, મહુવામાં 15.1 ડિગ્રી તાપમાન છે.
23મી જાન્યુઆરી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 23મી જાન્યુઆરી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. એટલે ક્યાંય પણ વરસાદની આગાહી આપવામાં આવી નથી. આ સાથે જણાવ્યું છે કે, અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. રાજ્યમાં ફરી એકવાર બેવડી ઋતુનો અનુભવ થવા જઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોએ આગામી સપ્તાહમાં રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે. આ આગાહીને પગલે કેરી સહિતના રવિ પાકો પર આફત તોળાઈ રહી છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
![Cold Weather in Near state]()
Gujarat Cold: આગામી 21 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે
આગામી 21 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠું પડવાની પ્રબળ શક્યતા રહેલી છે. આમ, આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે. ખેડૂતોએ પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે આગોતરા પગલાં લેવા જોઈએ. જ્યારે સામાન્ય નાગરિકોએ બેવડી ઋતુથી બચવા માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
![cold wave in gujarat]()
વાતાવરણમાં મોટું પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યું છે
અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં જગતના તાત પર આવી વધુ એક માવઠાની ઘાતની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે 22થી 26 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં કરા સાથે વરસાદ પડી શકે છે. ગુજરાત પર ફરી એકવાર માવઠાની મુસીબત ત્રાટકવાની છે. વાતાવરણમાં મોટું પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યું છે, જે ગુજરાતને અસર કરશે.
આ પણ વાંચો: Gujarat News : આજે 18 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?