41

અમદાવાદમાં યુવતીઓ અને સગીરાઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે,પરંતુ આ બધા વચ્ચે હવે બાળકો પણ સલામત ન હોય તેવી ઘટના બની છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક બાળક સ્કૂલમાં રમતો હતો ,ત્યારે એક સગીર તેનો હાથ પકડી મેદાનની દીવાલ પાછળ લઈ ગયો હતો. જ્યાં મોઢું દબાવી બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાળકે ઘરે જઈને વાત કરતા તેની સધન સારવાર કરવવામાં આવી હતી. આ અંગે પિતાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી સગીર સામે કાર્યવાહી હાથ ધરી છે.
7 વર્ષનો દીકરો સ્કૂલેથી રડતો રડતો ઘરે આવ્યો
રખિયાલમાં રહેતા 32 વર્ષીય ફરિયાદી યુવક મૂળ બિહારના છે અને તેઓ ભરતકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પત્ની, સાળી તથા ત્રણ બાળકો સાથે રહે છે. બે દિવસ પહેલા સાંજે તેમનો 7 વર્ષનો દીકરો સ્કૂલેથી રડતો રડતો ઘરે આવતા તેઓએ રડવા માટેનું કારણ પૂછતાં બાળકને અસહ્ય પીડા થઇ રહ્યી હતી. જેથી પરિવારે બાળકની વધુ પૂછપરછ કરતા તેની સાથે કોઈએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.
સ્કૂલની દીવાલ પાછળ જ આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
બાદમાં બાળકે એક સગીરનું નામ આપ્યું અને જણાવ્યું કે સ્કૂલમાં રિશેષ દરમિયાન રમતો હતો ત્યારે તે સગીર તેનો હાથ પકડી સ્કૂલની દીવાલ પાછળ લઈ ગયો હતો. જ્યાં મોઢું દબાવી બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.બાળક બુમાબૂમ કરવા જતા તેણે આ બાળકનું મોઢું દબાવી દીધું અને કોઈને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
બાળકને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો
આ બાળકને લોહી નીકળતું હોવાથી તેને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો.બનાવ અંગે પિતાએ શિક્ષકને જાણ કરતા તેઓ ઘરે આવ્યા અને બીજા દિવસે ફરિયાદ કરવાનું કહેતા આ મામલે બાળકના પિતાએ 14 વર્ષના સગીર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.