ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એર હોસ્ટેસ યુવતીની પતિ સામે ફરિયાદ, ટૂંકા કપડા પહેરીને ક્લબમાં જવા પતિ કરતો દબાણ

અમદાવાદ શહેરમાં ધરેલુ હિંસાની વધુ એક ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઈ છે.જેમાં ભોગ બનનાર યુવતી એર હોસ્ટેસ હોવાનું સામે આવ્યું છે. નિમીતા પરમબ્થ નામની ફરિયાદી યુવતીનાં લગ્ન 2016માં કેરાલા ખાતે સમાજનાં રીત-રીવાજ મુજબ જીતુ જોશ પરમબ્થ સાથે થયા હતા.યુવતી પતિ અને સાસરિયાઓ સાથે કેરાલા રહેવા જતા રહી હતી. ફરિયાદીનો પતિ દુબઈમાં એક્સિસ ઓડિટીંગ ફોમમાં નોકરી કરતો હોવાથી લગ્નનાં 15 દિવસ બાદ દુબઈ જતà
07:46 AM Jul 16, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં ધરેલુ હિંસાની વધુ એક ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઈ છે.જેમાં ભોગ બનનાર યુવતી એર હોસ્ટેસ હોવાનું સામે આવ્યું છે. નિમીતા પરમબ્થ નામની ફરિયાદી યુવતીનાં લગ્ન 2016માં કેરાલા ખાતે સમાજનાં રીત-રીવાજ મુજબ જીતુ જોશ પરમબ્થ સાથે થયા હતા.યુવતી પતિ અને સાસરિયાઓ સાથે કેરાલા રહેવા જતા રહી હતી. ફરિયાદીનો પતિ દુબઈમાં એક્સિસ ઓડિટીંગ ફોમમાં નોકરી કરતો હોવાથી લગ્નનાં 15 દિવસ બાદ દુબઈ જતà
અમદાવાદ શહેરમાં ધરેલુ હિંસાની વધુ એક ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઈ છે.જેમાં ભોગ બનનાર યુવતી એર હોસ્ટેસ હોવાનું સામે આવ્યું છે. નિમીતા પરમબ્થ નામની ફરિયાદી યુવતીનાં લગ્ન 2016માં કેરાલા ખાતે સમાજનાં રીત-રીવાજ મુજબ જીતુ જોશ પરમબ્થ સાથે થયા હતા.યુવતી પતિ અને સાસરિયાઓ સાથે કેરાલા રહેવા જતા રહી હતી. ફરિયાદીનો પતિ દુબઈમાં એક્સિસ ઓડિટીંગ ફોમમાં નોકરી કરતો હોવાથી લગ્નનાં 15 દિવસ બાદ દુબઈ જતો રહ્યો હતો.  પતિએ વિઝા કઢાવતા નિમીતા પોતે એર હોસ્ટેસ હોવાથી એકલી દુબઈ પહોંચી ગઈ હતી. જ્યાં 7 દિવસ સુધી પતિએ તેને સારી રીતે રાખી હતી બાદમાં પતિ જીતુ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી નાની નાની વાતમાં ઝધડો કરી માર મારતો હતો.

પતિ શોર્ટ કપડા પહેરવા અને ક્લબમાં જવા કરતો દબાણ
લગ્નનાં એક વર્ષ બાદ નીમિતાને ગર્ભ રહેતા સારા દિવસો હોવા છતાં પતિ સારસંભાળ રાખતો ન હતો, તેમજ શોર્ટ કપડા પહેરવાનું તેમજ ક્લબમાં જવાનું કહેતા જે બાબત નીમિતાને પંસદ ન હોવાથી ના પાડતા પતિએ તે પ્રેગ્નેન્ટ હોવા છતાં માર માર્યો હતો. જેના કારણે બે મહિનાં બાદ યુવતીને મીસ ડિલીવરી થઈ હતી.જે  બાદ વર્ષ 2018માં એક વર્ષ બાદ ફરીવાર નિમીતાને સારા દિવસો રહેતા પતિનાં કહેવાથી તે કેરાલા ખાતે સાસરિયાઓ સાથે રહેવા આવી ગઈ હતી.  ત્યારે તેમનાં સમાજનાં રીવાજ પ્રમાણે પેટમાં રહેલા બાળકની નામકરણની વિધિ કરાવવાનું જણાવતા સાસરિયાઓએ પતિ આવશે ત્યારે જ નામકરણ થવું જોઈએ તેમ જણાવી યુવતીને હેરાન કરી ઘરમાંથી કાઢી મુકી હતી.
ઘરમાં મિત્રોને બોલાવી પતિ કરતો દારૂ પાર્ટી
જે બાદ ડિલીવરી સમયે નિમિતાનો પતિ જીતુ ભારત પરત ફર્યો હતો.નિમિતાએ દિકરીને જન્મ આપ્યો હતો, યુવતીનાં દિયરનાં લગ્ન પતિને પસંદ ન હોવાથી તે ફરિયાદી અને તેની દિકરી અને માતાને લઈને દુબઈ જતો રહ્યો હતો. અવારનવાર પતિ દ્વારા પોતાનાં મિત્રોને ઘરે લાવીને દારૂ પાર્ટી કરવામાં આવતી.તેમજ દિકરીની કોઈ પણ પ્રકારની સારસંભાળ પણ ન રાખવામાં આવતા નિમીતા અને પતિ જીતુ વચ્ચે ઝધડો થતા નિમિતાની માતા ભારત પરત આવી ગયા હતા.  જીતુએ નીમિતાને ભારત પરત મોકલી થોડા સમય બાદ ફરી દુબઈ બોલાવી લીધી હતી..

એક્સ ગર્લફ્રેન્ડ સાથેની ફોનમાં ચેટ મળી આવી
થોડા સમય બાદ યુવતીનો પતિ દારૂ પીને સુઈ રહ્યો હતો ત્યારે રાતનાં સમયે પતિની એક્સ ગર્લફ્રેન્ડનાં તેનાં ફોનમાં મેસેજ આવતા નિમીતાએ ફોન ચેક કરતા તેમાં પતિની યુવતી સાથે ચેટ મળી આવી હતી. જે બાબતે પતિને કહેવા જતા તેણે નિમીતા પર ગુસ્સો કર્યો હતો, જેથી કંટાળીને ફરિયાદી નિમીતાએ દુબઈમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું.  2021માં નીમિતાને ફરી પ્રેગનેન્સી રહેતા પતિને જાણ કરતા તેને આ બાબત ન ગમતા તેણે નોકરી છોડાવી કેરાલા ખાતે પરત મોકલી  હતી.  જે દરમિયાન યુવતીએ બીજી દિકરીને જન્મ આપતા પતિ મળવા આવ્યો હતો અને તે સમયે મોટી દિકરીનો પાસપોર્ટ સહિતનાં ડોક્યુમેન્ટ માંગતા ફરિયાદીએ ના પાડતા તે મોટી દિકરીને લઈને જતો રહ્યો હતો.

 દિકરીને લઈને પતિ દુબઈ જતો રહે તેવો ભય
યુવતીનો પતિ દિકરીને લઈને ગમે ત્યારે દુબઈ જતો રહે તેવો ભય સતાવતા તેણે અવારનવાર પતિને ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પતિએ ફોન ન ઉપાડતા અંતે આ મામલે મહિલા પૂર્વ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Tags :
airhostelgirl'sComplaintagainstforcinghusbandGujaratFirst
Next Article