Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kadi અને Visavadarની પેટા ચૂંટણીમાં Congress-AAP ગઠબંધન નહીં કરે- Shakti Sinh

ગુજરાતમાં કડી, વિસાવદરની પેટા ચૂંટણીમાં Congress અને AAP ગઠબંધન નહીં કરે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ Shakti Sinh Gohil એ આજે નિવેદનથી પેટા ચૂંટણી મુદ્દે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વાંચો વિગતવાર.
kadi અને visavadarની પેટા ચૂંટણીમાં congress aap ગઠબંધન નહીં કરે  shakti sinh
Advertisement
  • Kadi અને Visavadar પેટા ચૂંટણીમાં Congress અને AAP વચ્ચે કોઈ ગઠબંધન નહીં
  • બંને જગ્યાએ Congress પોતાના ઉમેદવાર ઉતારશે- શક્તિ સિંહ
  • કોંગ્રેસ પોલિટીકલ અફેર કમિટીએ લીધે મહત્વનો નિર્ણય

Ahmedabad: કડી, વિસાવદરની પેટા ચૂંટણીને લઈને AAP અને Congress ગઠબંધન નહીં કરે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ Shakti Sinh Gohil એ એક નિવેદન આપ્યું છે. શક્તિ સિંહે જણાવ્યું છે કે, Congress પેટા ચૂંટણીમાં AAP સાથે ગઠબંધન નહીં કરે. શક્તિ સિંહ ગોહિલના આ નિવેદનથી પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

AAPએ કોંગ્રેસને નુકસાન કર્યુઃ શક્તિ સિંહ

શક્તિ સિંહે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન ન કરવાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હરિયાણામાં AAPએ Congressને નુકસાન પહોંચાડ્યું હતું. ઈન્ડિયા ગઠબંધનના કારણે લોકસભા ચૂંટણીની ભરુચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને આપવી પડી હતી. Shakti Sinh Gohil એ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડ્યા હોવાની વાત જણાવતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડ્યા હતા. હરિયાણામાં પણ AAP એ કોંગ્રેસને નુકસાન કર્યુ હતું. તેથી કોંગ્રેસ હવે વિસાવદર અને કડીમાં પોતાના ઉમેદવારો ઉતારશે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  VADODARA : સમામાં પીવાના પાણીનો મુદ્દો રાજકીય બન્યો

કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે Congress પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) ગુજરાતમાં ઉપસ્થિત છે ત્યારે કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીએ પેટા ચૂંટણી મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિશે જણાવતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડ્યા હતા. હરિયાણામાં પણ AAP એ કોંગ્રેસને નુકસાન કર્યુ હતું. તેથી Congress હવે વિસાવદર અને કડીમાં પોતાના ઉમેદવારો ઉતારશે. ગુજરાતમાં 3જા મોરચા વિશે જણાવતા ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ક્યારેય 3જા મોરચાને સ્વીકારતી નથી.

આ પણ વાંચોઃ  VADODARA : સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને 18 કેન્દ્રો માટે જાહેરનામું બહાર પડાયું

Tags :
Advertisement

.

×