Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 2200 ડેલિગેટ્સ ભાગ લેશે

આ અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા દિગ્ગજો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
અમદાવાદમાં 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે  2200 ડેલિગેટ્સ ભાગ લેશે
Advertisement
  • 8 તારીખે CWCની બેઠક મળશે
  • તમામ નેતાઓ મુસદ્દા પર ઠરાવ કરશે
  • AICCના ઓપન ફોરમ પર થશે ચર્ચા

Ahmedabad: આગામી 9મી એપ્રિલે ગુજરાતમાં અખિલ ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. આ મુદ્દે એઆઈસીસી પ્રદેશ  ઉપાધ્યક્ષ નિશિત વ્યાસે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, પૂજ્ય બાપુની ભૂમી પર અધિવેશન 9મી એપ્રિલે યોજાવા જઈ રહ્યું છે. તા. 8મી એપ્રિલે સીડબલ્યુસી ની બેઠક મળશે.

ગુજરાતમાં 6ઠ્ઠુ અધિવેશન

એઆઈસીસી પ્રદેશ  ઉપાધ્યક્ષ નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છઠ્ઠું અધિવેશન મળી રહ્યું છે. પૂજ્ય બાપુની ભૂમી પર અધિવેશન યોજાઈ રહ્યું છે. ગુજરાતની તપોભૂમી પર અલગ વાઈબ્રેશન છે. આ એક લોકાભિમુખ વહીવટ માટેનું આયોજન છે. જેનું આયોજન અને તૈયારીઓ  હજારો કાર્યકર્તાઓ દિવસ રાત કરી રહ્યા છે. 8 એપ્રિલના રોજ સાંજે 5 કલાકે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં સીડબલ્યુસી તથા વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે. 8 એપ્રિલ ના રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Gujarat Heatwave: ગરમીમાં શેકાવા તૈયાર રહો, ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી

મહાનુભાવો ઉપરાંત 2200 ડેલિગેટ્સ રહેશે ઉપસ્થિત

ગુજરાતમાં યોજાનારા અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજો, ડેલિગેટ્સ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા દિગ્ગજો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.   આ અધિવેશનમાં 2200 ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહેવાના છે. તમામ નેતાઓ મુસદ્દા પર ઠરાવ કરશે. એઆઈસીસીના ઓપન ફોરમ પર તેની ચર્ચા થશે.

જિલ્લા પ્રમુખો સાથે રાહુલ ગાંધીએ કરી હતી ચર્ચા

રાહુલ ગાંધીએ સમગ્ર ભારત માંથી જિલ્લા પ્રમુખોને દિલ્લી બોલાવ્યા હતા. જિલ્લા પ્રમુખો સાથે રાહુલ ગાંધીએ વિશદ ચર્ચા કરી હતી. બૂથના ઈન્ચાર્જ ને અમાપ સત્તા આપવાનો નવો કોન્સેપ્ટ રજૂ કરાયો છે. કોંગ્રેસ પક્ષનો કાર્યકર આગામી ચૂંટણીમાં વધુ સક્રિયતાથી લડત આપતો હશે.

આ પણ વાંચોઃ Gyasuddin Sheikhના નિવેદન પર Yagnesh Daveની તીખી પ્રતિક્રિયા, મુસ્લિમોએ જ તમને હરાવ્યા....

Tags :
Advertisement

.

×