Ahmedabad : અમદાવાદમાં પોલીસની આબરુ પર 'બેનર'નો બટ્ટો! કોણે પોલીસેને પડકારી ?
- અમદાવાદમાં પોલીસની આબરું પર 'બેનર'નો બટ્ટો! (Ahmedabad)
- સરાજાહેર પોલીસ અને કાયદો-વ્યવસ્થાની મજાક?
- અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં લાગ્યા વિવાદાસ્પદ બેનર
- બેનરમાં 'રાતની પાર્ટીમાં જવાનું નહીં રેપ-ગેંગરેપ થઈ શકે છે' તેવું લખાણ
- 'અંધારામાં એકલા નહીં જવાનું રેપ થઈ શકે' તેવું પણ લખાણ
- બેનરની નીચે સ્પોન્સર તરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસનું નામ!
Ahmedabad : અમદાવાદમાં પોલીસની આબરુંનાં ફરી એકવાર ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં વિવાદાસ્પદ બેનરો લાગ્યા છે, જેમાં 'રાતની પાર્ટીમાં જવાનું નહીં રેપ-ગેંગરેપ થઈ શકે છે' અને 'અંધારામાં એકલા નહીં જવાનું રેપ થઈ શકે' તેવા લખાણ લખાયા છે. બેનરની નીચે (Controversial Banners) સ્પોન્સર તરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસનું નામ જોવા મળ્યું છે. સ્ત્રી સુરક્ષા પર ધોળે દહાડે સવાલ ઉઠાવતા બેનરોએ ચકચાર મચાવી છે અને અમદાવાદ પોલીસની (Ahmedabad Police) કામગીરી સામે સીધા સવાલ ઊભા કર્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : માઉન્ટ આબુમાં સેલ્ફી લેતા અમદાવાદનો શખ્સ 300 ફૂટ ખાઈમાં ખાબક્યો, થયું મોત
શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં મહિલા સુરક્ષા મુદ્દે લાગ્યા વિવાદાસ્પદ બેનર
માહિતી અનુસાર, અમદાવાદ શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં મહિલાઓની સુરક્ષાને (Women's Safety in Ahmedabad) લઈ વિવાદાસ્પદ બેનરો જોવા મળ્યા છે. આ બેનરોમાં પોલીસની કામગીરીને ખુલ્લેઆમ પડકારવામાં આવી છે. આ બેનરોમાં શહેરમાં સરકાર અને પોલીસનાં 'મહિલા સુરક્ષા' નાં દાવાઓ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. 'રાતની પાર્ટીમાં જવાનું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે' અને 'અંધારામાં એકલા નહીં જવાનું રેપ-ગેંગરેપ થઈ શકે' તેવા લખાણ સાથે આ બેનરો પશ્ચિમ વિસ્તારમાં સરાજાહેર જોવા મળ્યા છે. બેનરની નીચે સ્પોન્સર તરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસનું (Ahmedabad Traffic Police) નામ પણ જોવા મળ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad : સમસ્યા નહીં ઉકેલાય તો જનતા માટે આંદોલન પણ કરીશ : હાર્દિક પટેલ
બેનરની નીચે સ્પોન્સર તરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસનું નામ!
મહિલા સુરક્ષાનાં દાવાઓ સામે આંગળી ચિંધતા બેનરોથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. લોકો વચ્ચે ચર્ચા છે કે આ બેનરો દ્વારા સરાજાહેર પોલીસ અને કાયદો-વ્યવસ્થાની મજાક ઊડાડવામાં આવી ? સ્ત્રી સુરક્ષા પર ધોળે દહાડે સવાલ ઉઠાવતા બેનરો કોણે લગાવ્યા? બેનર લાગ્યા છતાં અમદાવાદ પોલીસ શું કરતી હતી ? સ્ત્રી સુરક્ષા પર ધ્યાન આપવાને બદલે આવા તુક્કા ? કોણ છે જે ગુજરાત પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકે છે ? જાહેરમાં વિવાદાસ્પદ બોર્ડ લગાવતા અનેકો સવાલ નાગરિકો વચ્ચે થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Mumbai-Ahmedabad Bullet Train Project : સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતો 36 મીટર ઊંચા પુલનું નિર્માણ