Corona Cases : અમદાવાદીઓ સાચવજો..! છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા!
- અમદાવાદ શહેરમાં કોરોનાનાં કેસમાં વધારો થયો (Corona Cases)
- છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ સામે આવ્યા
- શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 241 એ પહોંચી
- અત્યાર સુધી 2 લોકોના થઈ ગયા છે મોત
- રાજકોટ જિલ્લા પોલીસવડાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
Corona Cases : રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા 24 કલાકમાં જ 60 નવા કેસ નોંધાયા હોવાની માહિતી સામે આવી છે. આ સાથે હવે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 241 એ પહોંચી છે. અત્યાર સુધી 2 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યા હોવાની માહિતી છે. શહેરનાં વીએસ હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે સારવારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
-રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા
-રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 40 થઈ
-ન્યુ રીંગરોડ સુધી કોરોના પ્રસર્યો
-વધતા જતા કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ#Rajkot #CovidCases #HealthAlert #CoronaInRajkot #ActiveCases #StaySafeRajkot #GujaratFirst pic.twitter.com/A07vMnO2aD— Gujarat First (@GujaratFirst) June 3, 2025
આ પણ વાંચો - Rajkot : ગોંડલ હાઇવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત, હડમતાળાનાં 23 વર્ષીય યુવકનું મોત
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ સામે આવ્યા
અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા વધીને 241 એ (Corona Cases) પહોંચી છે. જ્યારે અત્યાર સુધી 2 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યા હોવાની મહિતી છે. કોરોનાનાં કેસોમાં વધારો થતા તંત્ર દ્વારા સાવચેતીનાં ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં વીએસ હોસ્પિટલ (VS Hospital), એલ.જી. હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં (Shardaben Hospital) કોરોના દર્દીઓ માટે વિશેષ વોર્ડ અને સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટમાં દિવસેને દિવસે વકરી રહ્યો છે કોરોના
રાજકોટ જિલ્લા પોલીસવડાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
જિલ્લા પોલીસવડા હિમકરસિંહને થયો કોરોના
હિમકરસિંહ હાલ હોમકોરેન્ટાઇન થયા, સારવાર ચાલુ@SP_RajkotRural #rajkot #coronavirus #CoronavirusUpdates #gujarat #gujaratfirst pic.twitter.com/nO7utDkYlS— Gujarat First (@GujaratFirst) June 3, 2025
આ પણ વાંચો - Rajkot : લીલુડી વોકડી વિસ્તારમાં મનપાની કાર્યવાહી, જગ્યા ખાલી કરવા પાઠવી નોટિસ
રાજકોટમાં 40 એક્ટિવ કેસ, જિલ્લા પોલીસવડાને પણ કોરોના
જણાવી દઈએ કે, રાજકોટમાં (Rajkot) દિવસેને દિવસે કોરોની સ્થિતિ વકરી રહી છે. શહેરમાં કોરોનાનાં વધુ 8 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 40 સુધી પહોંચી છે. માહિતી મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવડાનો (Rajkot District Police Chief) રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા પોલીસવડા હિમકરસિંહને કોરોના થયો હોવાની માહિતી છે. હિમકરસિંહ હાલ હોમકોરેન્ટાઇન છે અને તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો - BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળ્યા જામીન, છતાં રહેવું પડશે જેલમાં! જાણો કેમ ?