Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી! અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતી કોરોના પોઝિટિવ આવતાં તેમને દાખલ કરવામાં આવી છે. તાજેતરમાં તે ઓક્સિજન સપોર્ટ પર છે. રાજ્યમાં આ સાથે કેસનો આંકડો 9 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે અને હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ, ઓક્સિજન ટેન્ક, દવાઓ, પીપીઇ કિટ સહિત તમામ તૈયારીઓ કરાઈ છે.
ગુજરાતમાં કોરોનાની રી એન્ટ્રી  અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ
Advertisement
  • ગુજરાતમાં ફરી કોરોનાની રી-એન્ટ્રી
  • સોલા સિવિલમાં કોરોના પોઝિટિવ દર્દી
  • 20 વર્ષની યુવતીને થયો કોરોના
  • કોરોનાના કેસનો આંકડો 9 પર પહોંચ્યો
  • આઈસોલેશન વોર્ડ તૈયાર, તંત્ર એલર્ટ

Corona Case in Ahmedabad : જેને સૌ કોઇ ભૂતકાળ સમજીને ભૂલી રહ્યા હતા તેણે હવે ફરી રાજ્યમાં પગપેસારો કર્યો છે. જીહા, અમે અહીં કોરોનાવાયરસની વાત કરી રહ્યા છે. જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક નવો કેસ નોંધાયો છે, જેના કારણે રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંકડો 9 પર પહોંચ્યો છે. આ નવો કેસ 20 વર્ષીય યુવતીનો છે, જેને શ્વાસ લેવામાં તકલીફ અને કોરોનાના લક્ષણો જણાતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો

યુવતીમાં કોરોનાના લક્ષણો દેખાયા બાદ તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી અને હાલ તે ઓક્સિજન સપોર્ટ પર છે. આ ઘટનાએ રાજ્યના આરોગ્ય વિભાગને એલર્ટ કરી દીધું છે, અને કોરોના સામે લડવા માટે વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વિશેષ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં જરૂરી દવાઓ, ઓક્સિજન સપ્લાય અને ઇન્જેક્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે લોકોને સાવચેતી રાખવા અને કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવવાની સૂચના આપી છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેનો સામનો કરવા માટે પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતમાં હોસ્પિટલોની તૈયારીઓ

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાતનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે, જ્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ જરૂર પડે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, પીપીઇ કિટ, વેન્ટિલેટર અને દવાઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

Advertisement

અમદાવાદમાં કોરોનાના 8 કેસ: તંત્ર એલર્ટ

અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના કુલ 8 કેસ નોંધાયા છે, અને નવા કેસની નોંધણી બાદ તંત્ર વધુ સતર્ક બન્યું છે. કોરોનાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. 1200 બેડની હોસ્પિટલ ઉપરાંત, ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવાની સલાહ આપવામાં આવી છે.

લોકોને સાવચેતી રાખવા અપીલ

કોરોનાના વધતા કેસોને જોતા, આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. ખાસ કરીને, શ્વાસની તકલીફ, તાવ કે અન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસો નિયંત્રણમાં રાખવા માટે આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો સંપૂર્ણ તૈયારી સાથે કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના પુનરાગમનથી રાજ્યનું આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે, અને લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :   COVID-19 : કોરોના મહામારીની વર્તમાન સ્થિતિ સંદર્ભે કઈ-કઈ કાળજી લેશો ?

Tags :
Advertisement

.

×