Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmeadbad : સાતિર બંટી-બબલીની ધરપકડ, ચોરી કરવાની રીત જાણી ચોંકી ઉઠશો!

બોપલ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થાય તે પહેલા જ ચોર દંપતીને પોલીસે ઝડપી પાડ્યા છે.
ahmeadbad   સાતિર બંટી બબલીની ધરપકડ  ચોરી કરવાની રીત જાણી ચોંકી ઉઠશો
Advertisement
  1. Ahmeadbad નાં બોપલમાં બંટી અને બબલીની ધરપકડ!
  2. બોપલ વિસ્તારમાં વૃદ્ધોની સેવા કરવાની આડમાં ચોરી
  3. નિકિતા અને માંગીલાલ દાયમાએ દાગીના, રોકડની કરી હતી ચોરી
  4. ચોરી કરતા પતિ-પત્નીને બોપલ પોલીસે ઝડપી પાડ્યા

અમદાવાદનાં (Ahmeadbad) બોપલ વિસ્તારમાં ચોરી કરતી બંટી અને બબલીની જોડીને પોલીસે ઝડપી પાડી છે. આ ભેજાબાજ દંપતી વિસ્તારમાં વૃદ્ધોને નિશાન બનાવતી હતી. જે ઘરમાં વૃદ્ધો એકલા રહેતા હોય ત્યાં કેર ટેકર તરીકે સેવા કરવાનું કામ કરતા અને પછી ધીમે ધીમે વિશ્વાસ જીતીને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. જો કે, બોપલ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થાય તે પહેલા જ ચોર દંપતીને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gyan Prakash Swami : જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કર્યા બાદ સ્વમીને થયું જ્ઞાન! જાણો શું કહ્યું?

Advertisement

Advertisement

બોપલ વિસ્તારમાં વૃદ્ધોની સેવા કરવાની આડમાં ચોરી!

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmeadbad) સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા એક નાગરિક દ્વારા નોંધાયેલ ફરિયાદનાં આધારે કાર્યવાહી કરી ઘરમાંથી ચોરી કરતી સાતિર બંટી અને બબલીની જોડીને પોલીસે ઝડપી પાડી છે. ફરિયાદ અનુસાર, સાઉથ બોપલ (Bopal) વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને ત્યાં નિકિતા દાયમા ેઅને માંગીલાલ દાયમા નામની બે વ્યક્તિ કેર ટેકર આવી હતી અને વૃદ્ધોની સેવા કરવાનું કામ કરતા હતા. પોતાની સેવાથી ખુશ કરીને ઘરનાં લોકોને વિશ્વાસમાં લીધા હતા.

આ પણ વાંચો - Gondal Marketing Yard ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, 4500 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું

પોલીસે 8 લાખ 34 હજારનાં મુદામાલ સાથે બન્નેની ધરપકડ કરી

દરમિયાન, તક મળતા દંપતીએ ઘરમાંથી સોનાં-ચાંદીનાં દાગીના અને રોકડની ચોરી કરી હતી અને ફરાર થયા હતા. જો કે, પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપી દંપતીને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેઓ મૂળ રાજસ્થાનનાં (Rajasthan) બાંસવાડા જિલ્લાનાં રહેવાસી છે. પોલીસે આરોપી દંપતી પાસેથી રૂ. 8 લાખ 34 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - જ્ઞાન પ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી, જલારામ બાપા પરના નિવેદનથી ફેલાયો આક્રોશ

Tags :
Advertisement

.

×