Home » ભાઈના મિત્રએ પરિણીતાના ઘરમાં ઘૂસીને બથ ભરી અને પછી કર્યું આવું…
ભાઈના મિત્રએ પરિણીતાના ઘરમાં ઘૂસીને બથ ભરી અને પછી કર્યું આવું…
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
75
ગુજરાતમાં મહિલાઓ સલામત હોવાના દાવાઓ વચ્ચે રોજે રોજ છેડતી અને દુષ્કર્મના બનાવો બનતાં રહે છે. તે વરવી વાસ્તવિકતા છે. અમદાવાદના શાહપુરમાં પરિણીત યુવતી સાથે છેડતીની ધટના બની છે.જેમાં આરોપી અન્ય કોઈ નહી પરંતુ ભાઈનો મિત્ર હોવાનું સામે આવ્યું છે. પરિણીતાની એકલતાનો લાભ લઈને ઘરમાં ઘૂસીને યુવતીને બાથમાં ભીડી યુવકે શરીર સાથે ચેડા કરવાના શરૂ કર્યાં હતા.જોકે યુવતીએ પ્રતિકાર કરતા યુવક લાફા મારી ધમકી આપી ફરાર થઈ ગયો હતો.
પરિણીતાને કહ્યું, તું મને પસંદ છે
શાહપુર વિસ્તારમાં 29 વર્ષીય તન્જીમ (નામ બદલેલ છે) પતિ અને બે બાળકો સાથે રહે છે..મંગળવારનાં દિવસે સાંજના સમયે તે ઘરે ઘરકામ કરતી હતી, તે સમયે ભાઈનો મિત્ર મુજ્જફર ઉર્ફે ડુમ્મપાક યુવતીના ઘરે આવ્યો હતો..ઘરનો દરવાજો ખખડાવતા યુવતીનાં પુત્રએ દરવાજો ખોલ્યો હતો. યુવકે ઘરમાં ઘુસીને પરિણીતાને બાથમાં ભીડીને તુ મને બહુ પસંદ છે કહીને શરીર સાથે ચેડા કર્યાં હતા..આ દરમિયાન ઝપાઝપી થતા તન્જીમનાં કપડાનું ટોપ ફાટી ગયુ હતું. છતાં પણ મુજ્જફરે બળજબરી કરવાનું ચાલુ રાખતા તન્જીમે પ્રતિકાર કર્યો હતો..
પરિણીતાએ અત્યાચાર કરતાં લાફા માર્યા
આરોપી મુજ્જફરે ઉશ્કેરાઈને તન્જીમને બે-ત્રણ લાફા માર્યા હતા અને જણાવ્યું હતું કે તુ મારા સાથે સીધી રીતે સંબંધ નહી રાખે તો હું તારા બન્ને ભાઈ અને પતિને જાનથી મારી નાખીશ..જે બાદ મુજ્જફરે પરિણીતાને ક્યાયની પણ ન રાખવાનું કહીને ઘરની બહાર ઉભેલી રિક્ષા જેમાં સેહજાદ પઠાણ નામનો ઈસમ બેઠો હતો તેની સાથે ફરાર થઈ ગયો હતો..જે બાદ પરિણીતાએ માતા અને ભાઈઓને જાણ કરતા આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક મુજ્જફર સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે..
અમદાવાદમાં 3 દિવસમાં છેડતી અને દુષ્કર્મની 5 ધટના
અમદાવાદમાં છેલ્લાં 3 દિવસમાં છેડતી અને દુષ્કર્મની અનેક ધટના પોલીસ ચોપડે નોંધાઈ છે..જેમાં વટવામાં પોલીસ કોન્સ્ટેબલ સામે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, સોલામાં યુવતીએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે વેજલપુરમાં 67 વર્ષીય વૃધ્ધા સાથે છેડતીની ધટના બની છે. આમ અમદાવાદમાં મહિલાઓ સાથે થતા અત્યાચારનો દર વધતો જોવા મળી રહ્યો છે.
‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos
By Vipul Sen
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject