ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ઘરફોડ ચોરી કરતી સીકલીકર ગેંગના 4 લોકોની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર ઘરફોડ ચોરી કરતી સિકલીકર ગેંગ સક્રિય થઇ હતી. આ ગેંગ દ્વારા સોના ચાંદીના દાગીના સહિત મોબાઈલ સહિતની ચોરી કરતી હતી. જે ગેંગના 4 આરોપી ક્રિપાલસિંગ પટવા, સનીસીંગ...
08:27 PM Aug 26, 2023 IST | Viral Joshi
અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર ઘરફોડ ચોરી કરતી સિકલીકર ગેંગ સક્રિય થઇ હતી. આ ગેંગ દ્વારા સોના ચાંદીના દાગીના સહિત મોબાઈલ સહિતની ચોરી કરતી હતી. જે ગેંગના 4 આરોપી ક્રિપાલસિંગ પટવા, સનીસીંગ...

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ

અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર ઘરફોડ ચોરી કરતી સિકલીકર ગેંગ સક્રિય થઇ હતી. આ ગેંગ દ્વારા સોના ચાંદીના દાગીના સહિત મોબાઈલ સહિતની ચોરી કરતી હતી. જે ગેંગના 4 આરોપી ક્રિપાલસિંગ પટવા, સનીસીંગ પટવા, બલવીરસીંગ બર્નલ અને શેરૂસીંગ પટવાની ધરપકડ કરવામાં આવી હતી.

નરોડાથી ઝડપાયા

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ્યમાં અલગ અલગ જગ્યા પર ચોરી કરી આતંક મચાવતી સિકલીકર ગેંગની અમદાવાના નરોડા ખાતે આવેલા દેવી સિનેમા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમિયાન આરોપી પાસેથી કુલ 2 લાખ 80 હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે અને સાથે તમામ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

ઘોડાસરમાં ચોરી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીની પુછપરછ કરતા 10થી 12 દિવસ પહેલા શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા સ્મૃતિ મંદિર નજીક આનંદ ટેનામેન્ટ ખાતે તિજોરીની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ચુક્યા હતા.

પોલીસ સમક્ષ કબૂલાત

આ સાથે ઘોડાસરની ચોરીના 2 દિવસ બાદ આરોપી ક્રિપાલસિંગ પટવા અને સનીસીંગ પટવા સરદાનગર વિસ્તારમાં આવેલા ભીલવાસ સોસાયટીના એક મકાનમાં તિજોરીની ચાવી બનાવવાના બહાને ઘરમાં ઘૂસીને સોના ચાંદીના દાગીના ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીની ધરપકડ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વટવા પોલીસ સ્ટેશન અને એરપોર્ટ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં તેમને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આ પણ વાંચો : SHAKTISINH GOHIL ના આક્ષેપોનો સરકારના પ્રવક્તા RUSHIKESH PATEL એ આપ્યો વળતો જવાબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Ahmedabad NewsAhmedabad PoliceCiklikar GangCrime
Next Article