Himmat Rudani Case : પાટીદાર બિલ્ડર હત્યા કેસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો
- પાટીદાર બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં મોટા સમાચાર (Himmat Rudani Case)
- બિલ્ડર હત્યા કેસમાં તપાસ માટે કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો
- જમીન-રૂપિયાની લેતીદેતીમાં બિલ્ડર મનસુખે હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ
- બિલ્ડર મનસુખે હત્યા માટે એક કરોડની સોપારી આપી હોવાનો ખુલાસો!
Himmat Rudani Case : અમદાવાદ શહેરના ચકચારી એવા બિલ્ડર હિંમત રૂડાણી મર્ડર કેસ (Himmat Rudani Case) માં મોટા સમાચાર આવ્યા છે. આગળની તપાસ માટે આ પાટીદાર બિલ્ડર હત્યા કેસ હવે ક્રાઇમ બ્રાન્ચને (Crime Branch) સોંપવામાં આવ્યો છે. જમીન-રૂપિયાની લેતીદેતીમાં બિલ્ડર મનસુખે (Mansukh Lakhani) રૂપિયા એક કરોડની સોપારી આપીને હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં ઓઢવ પોલીસે (Odhav Police) બિલ્ડર મનસુખ સહિત 4 લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો - સોપારીબાજ બિલ્ડર મનુ જેકીએ હત્યાનો પુરાવો માગ્યો તો હત્યારાઓએ વીડિયો Whatsapp કરી દીધો, પોલીસને સજ્જડ પુરાવો મળ્યો
Himmat Rudani Case ની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ
અમદાવાદના બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં (Himmat Rudani Case) હવે આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચને (Crime Branch) સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટા ખુલાસા થવાની વકી છે. જણાવી દઈએ કે, બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ સહિત 4 લોકોની ધરપકડ કરી છે. બિલ્ડર મનસુખ લાખાણી ઊર્ફે મનુ જેકીએ (Builder Mansukh Lakhani alias Manu Jackie) જમીન-રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરાવી હોવાનો આરોપ છે. બિલ્ડર મનસુખે હિંમત રૂડાણીની હત્યા માટે એક કરોડની સોપારી આપી હોવાનો પણ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ઝડપાયેલા તમામ આરોપીને 5 દિવસ એટલે કે 20 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.
આ પણ વાંચો - Devayat Khavad : ના હોય ખરેખર..! શું દેવાયત ખવડ ચૂંટણી લડશે ? જાણો સગા મામાએ શું કહ્યું ?
કારની ડીકીમાંથી મળી હતી બિલ્ડરની લાશ
અગાઉ આ કેસની તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી મળી હતી. આરોપીઓએ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજની (Shree Saurashtra Patel Sewa Samaj Nikol) નિર્માણાધીન બિલ્ડિંગનાં પાર્કિંગમાં હિંમતભાઈ રૂડાણીની હત્યા કર્યા બાદ તેમની કારની ડીકીમાં લાશને નાંખી વિરાટનગર બ્રિજ નીચે લાવ્યા હતા. વિરાટનગર બ્રિજ (Viratnagar Bridge) નીચે આવ્યા બાદ આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ સાથે બિલ્ડર મનુ જેકીની (Builder Manu Jackie) વાતચીત થતાં તેણે હત્યા કર્યાનો પુરાવો માગ્યો હતો, જેથી હત્યારાએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારેલો વીડિયો WhatsApp પર મનસુખ લાખાણી ઉર્ફે મનુ જેકીને મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો - Gondal: પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટ ડાઉન