Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓઢવમાં ગુનેગારોની પોલીસને ખુલ્લી ચેલેન્જ, 10 દિવસમાં બીજી લૂંટની ઘટના

અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં દસ દિવસમાં બીજી વખત પોલીસની ઊંઘ હરામ કરતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આંગડિયા પેઢીમાં 53 લાખની લૂંટના આરોપીઓ પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે ત્યાં લુંટારૂઓ જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય એમ બીજી લૂંટની ઘટના બની છે. ઓઢવમાં કારચાલકની નજર ચૂકવીને રૂપિયા 15 લાખ ભરેલ બેગની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. એક આરોપીએ અકસ્માતનું તરકટ રચીને ફરિયાદીને ઉà
ઓઢવમાં ગુનેગારોની પોલીસને ખુલ્લી ચેલેન્જ  10 દિવસમાં બીજી લૂંટની ઘટના
Advertisement
અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં દસ દિવસમાં બીજી વખત પોલીસની ઊંઘ હરામ કરતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આંગડિયા પેઢીમાં 53 લાખની લૂંટના આરોપીઓ પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે ત્યાં લુંટારૂઓ જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય એમ બીજી લૂંટની ઘટના બની છે. ઓઢવમાં કારચાલકની નજર ચૂકવીને રૂપિયા 15 લાખ ભરેલ બેગની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. એક આરોપીએ અકસ્માતનું તરકટ રચીને ફરિયાદીને ઉભા રાખ્યા તો બીજી તરફ મોટર સાયકલ પર આવેલા બે શખ્સ કારમાંથી બેગ લઈને ફરાર થઈ ગયા છે.
ઓઢવમાં ગુનેગારોને જાણે કે પોલીસનો ભય જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.વેપારીની કાર આંતરી લાખો રૂપિયાની.લૂંટને અંજામ આપવામાં આવ્યો છે.ઓઢવમાં કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાં અક્ષર ઇન્ટરનેશનલ મેટલ કાસ્ટીંગ ધરાવતા હાર્દિક બાબુભાઈ જેઠવા બપોરના સમયે બાપુનગર બેંકમાંથી રૂપિયા ઉપાડીને કારમાં તેમની ઓફિસ જઈ રહ્યા હતા. આ દરમિયાન વિરાટનગર ગાંધી પાર્ક સોસાયટી નજીક એક બાઈક ચાલકે તેમને રોક્યા હતાં. અકસ્માત કેમ કર્યો છે તેમ કહીને તે કારની ડાબી બાજુથી વાત કરવા લાગ્યો હતો. જોકે કાર ચાલકે કારનો કાચ ખોલતા જ આરોપી ડ્રાઈવર સાઈડ આવ્યો હતો અને ફરિયાદીને વાતોમાં રાખ્યા હતા જ્યારે બીજી તરફ એક મોટર સાઈકલ પર અન્ય બે શખ્સ આવ્યા હતા અને કારમાંથી રૂપિયા 15 લાખ ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા...
સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.  સમગ્ર ઘટનામાં સામેલ આરોપીઓ કૅમેરામાં કેદ થયા હતા.
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ઓઢવમાં જ થયેલી 53 લાખ રોકડ રકમની લૂંટ મામલે ખુલ્લા મોઢે લૂંટ કરનારા આરોપીએને સ્થાનિક પોલીસ નાકાબંધી કર્યા બાદ પણ પકડી શકી ન હતી ત્યારે આ 
ઘટનામાં પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે..
ઓઢવ પોલીસે હાલ તો અલગ અલગ ટીમો કામે લગાડી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ પણ સ્થાનિક પોલીસની તપાસમાં લાગી છે..ત્યારે જોવાનું રહ્યું કે આરોપીઓ પોલીસની પકડમાં ક્યારે આવે છે.
 
Tags :
Advertisement

.

×