Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali 2025 : ગીતામંદિર ST બસ સ્ટેન્ડે વહેલી સવારથી પ્રવાસીઓનું કિડીયારું, પગ મૂકવાની જગ્યા નહીં!

ગુજરાત સહિત દેશભરમાં દિવાળીનાં પર્વની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવામાં માટે પોતાનાં વતન જવા અમદાવાદ એસટી બસ સ્ટેશનમાં પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. ગીતામંદિર ST બસ સ્ટેન્ડે પ્રવાસીઓનું કિડીયારું ઊમટ્યું છે. 16 ઓક્ટોબરથી એસટી વિભાગે 950 થી વધુ ટ્રીપનું સંચાલન શરૂ કર્યું છે. જમાલપુર ફૂલ બજારમાં ગ્રાહકોની ભીડ છે. ભાવ પ્રતિ 10 કિલો 1 હજારથી 1200 સુધી બોલાઈ રહ્યા છે.
diwali 2025   ગીતામંદિર st બસ સ્ટેન્ડે વહેલી સવારથી પ્રવાસીઓનું કિડીયારું  પગ મૂકવાની જગ્યા નહીં
Advertisement
  1. Diwali 2025 નાં દિવસે ગીતામંદિર ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની ભીડ
  2. 16 ઓક્ટોબરથી અમદાવાદ વિભાગે 950 થી વધુ ટ્રીપનું સંચાલન કર્યું
  3. વધારાની બસોમાં અત્યાર સુધી 22 હજારથી વધુ મુસાફરોએ લાભ લીધો
  4. વધારાના સંચાલનથી અમદાવાદ ST વિભાગને 75 લાખથી વધુની આવક
  5. જમાલપુર ફૂલ બજારમાં ગ્રાહકોની ભીડ ઉમટી, પ્રતિ 10 કિલો 1 હજારથી 1200 નો ભાવ બોલાયો

Diwali 2025 : આજે ગુજરાત સહિત દેશભરમાં દિવાળીનાં પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવામાં માટે પોતાનાં વતન જવા અમદાવાદ એસટી બસ સ્ટેશનમાં (Ahmedabad ST Bus Station) પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. ગીતામંદિર ST બસ સ્ટેન્ડ (Geetamandir) ખાતે પ્રવાસીઓનું કિડીયારું ઊમટ્યું છે. પ્રવાસીઓનું ટ્રાફિક વધતા 16 ઓક્ટોબરથી અમદાવાદ એસટી વિભાગે 950 થી વધુ ટ્રીપનું સંચાલન શરૂ કર્યું છે. આ વધારાની બસોમાં અત્યાર સુધી 22 હજારથી વધુ મુસાફરોએ લાભ લીધો છે. જમાલપુર ફૂલ બજારમાં (Jamalpur Flower Market) પણ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી છે. તહેવારોમાં માગ વધતા ફૂલનાં ભાવ પ્રતિ 10 કિલો 1 હજારથી 1200 સુધી બોલાઈ રહ્યા છે.

આ પણ વાંચો - Gandhinagar : સેક્ટર 17 માં ધારાસભ્યો માટે 9 માળના 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ તૈયાર

Advertisement
Advertisement

Diwali માં એસટી બસ સ્ટેન્ડમાં પ્રવાસીઓનો જમાવડો, 950 થી વધુ ટ્રીપનું સંચાલન

હિન્દુઓનાં સૌથી પવિત્ર તહેવાર દિવાળીને (Diwali 2025) લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાનાં પરિવાર સાથે અને વતનમાં દિવાળીની ઉજવણી કરવા માટે જઈ રહેલા પ્રવાસીઓનો આજે પણ વહેલી સવારથી અમદાવાદ એસટી બસ સ્ટેન્ડ ગીતામંદિર ખાતે ભારે જમાવડો જોવા મળ્યો છે. દિવાળીનાં તહેવારને ધ્યાને રાખી એસટી વિભાગે (GSRTC) પણ વધારાની બસોનું આયોજન કર્યું છે. 16 ઓક્ટોબરથી અમદાવાદ વિભાગે 950 થી વધુ ટ્રીપનું સંચાલન શરૂ કર્યું છે. અત્યાર સુધી વધારાની બસોમાં વધારાની 22 હજારથી વધુ મુસાફરોએ યાત્રા કરી છે. માહિતી અનુસાર, વધારાનાં સંચાલનથી અમદાવાદ ST વિભાગને 75 લાખથી વધુની આવક થઈ છે. ત્યાર હવે આગામી દિવસોમાં આ આંકડો વધવાની તીવ્ર સંભાવના છે.

Advertisement

આ પણ વાંચો - Harsh Sanghavi : પદોન્નતિ પછી પહેલી વાર વતનમાં-કોઈ દેખાડો નહીં

જમાલપુર ફૂલ બજારમાં સવારથી ભીડ, ફૂલોનાં ભાવ આસમાને પહોંચ્યા!

બીજી તરફ દિવાળીને લઈ અમદાવાદનાં ફૂલ બજારમાં તેજીનો માહોલ છે. સવારથી જ જમાલપુર ફૂલ બજારમાં (Jamalpur Flower Market) ગ્રાહકોની ભીડ ઉમટી છે. હોલસેલ માર્કેટમાં અત્યાર સુધીનાં સૌથી ઊંચા ભાવ હોવાનો વેપારીઓનો મત છે. હોલસેલ માર્કેટમાં પ્રતિ 10 કિલો 1 હજારથી 1200 નો ભાવ બોલાઈ રહ્યા છે. માહિતી અનુસાર, માર્કેટમાં ગુલાબનાં ફૂલોનાં ભાવમાં પણ જબરજસ્ત ઊછાળો જોવા મળ્યો છે. હોલસેલ માર્કેટમાં ગુલાબનું પ્રતિ કિલો 500 થી 600 ના ભાવે વેચાણ થઈ રહ્યું છે. તહેવારનાં દિવસોમાં માગ વધતા ભાવમાં ઊછાળો આવ્યો છે. દિવાળીનાં તહેવારોમાં પૂજા અને સૂતો માટે ફૂલોનો ઉપયોગ થતો હોય છે.

આ પણ વાંચો - Junagadh: કેશોદના શેરગઢમાં આગ લાગતા ઝૂંપડા બની ગયા રાખ

Tags :
Advertisement

.

×