Ahmedabad: દલિત સમાજ માંગ પર તટસ્થ, વિરોધ સાથે કરાવ્યું બંધ ખોખરા
- ગઈ કાલે અસામાજિક તત્વોદ્વારા તોડફોડ કરાઈ હતી
- ખોખરામાં દલિત સમાજના લોકો એકત્રિત થયા અને વિરોધ કર્યો
- સાંજ સુધીમાં આરોપીને પકડવા માટે પોલીસને જાણ કરાઈ હતી
Ahmedabad: અમદાવાદના ખોખરા વિસ્તારમાં 23 ડિસેમ્બરના રોજ કે.કા શાસ્ત્રી કોલેજની સામે આવેલ જયંતિ વકીલની ચાલી બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેને લઈને દલિત સમાજના લોકો એકત્રિત થયા હતા. સાંજ સુધીમાં આરોપીને પકડવામાં આવે તેવી પોલીસને જાણ કરવામાં આવી હતી.
સવારે 11:00 વાગે ખોખરા બંધ કરાવવાની શરૂઆત કરાઈ
24 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં આરોપી પકડવામાં ન આવતા દલિત સમાજના લોકો દ્વારા આજે સવારે 11:00 વાગે ખોખરા બંધ કરાવવાની શરૂઆત કરી હતી. જેમાં ખોખરા વિસ્તારમાં આવેલ રાધે મોલની તમામ દુકાનો ખુલ્લી જોવા મળતા દલિત સમાજના 100 લોકોનું ટોળું ઘૂસી ગયું હતું. તમામ દુકાનદારોને બે હાથ જોડીને અપીલ કરી હતી કે, અમારા આ વિરોધમાં આપનું પણ સમર્થન જરૂરી છે. દુકાનદારોએ પણ દલિત સમાજના લોકોને સમર્થન આપી દુકાનો પણ બંધ કરી હતી.
આ પણ વાંચો: Tharad: ધૂળ ખાઈ રહ્યો છે વિધાર્થિઓનો હક, શા માટે ગરીબ બાળકીઓને સાયકલથી વંચિત રખાઈ?
સૂત્રોચાર સાથે રેલી સ્વરૂપે બંધ કરાવવા માટે નીકળ્યા હતા
દલિત સમાજના લોકો શરૂઆતમાં થાળી અને વેલણ લઈને વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચાર સાથે રેલી સ્વરૂપે બંધ કરાવવા માટે નીકળ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા કોઈ અસામાજિક ઘટના ન બને તે માટે તમામ લોકોને રોકવા અપીલ કરી હતી. પરંતુ દલિત સમાજના લોકો દ્વારા શાંતિથી અને લોકોને બે હાથ જોડી તેમના વિરોધને સમર્થન આપશે તેવી અપીલ કરી હતી. પોલીસ દ્વારા સમજાવવા છતાં પણ દલિત સમાજના લોકો માન્ય ન હતા. અંતે તેઓ ખોખરા વિસ્તારને બંધ કરાવવા માટે નીકળ્યા હતા.
આ પણ વાંચો: Gandhinagar: આંદોલન પર ઉતર્યા વિદ્યાસહાયકોના ઉમેદવારો, જગ્યા વધારવા કરી રહ્યાં છે માંગ
સવારથી જ ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું
દલિત સમાજ દ્વારા વહેલી સવારથી જ ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ સવારમાં આ દલિત સમાજના લોકોને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અંતે 11:00 વાગે દલિત સમાજના લોકો દ્વારા ખોખરા બંધ કરાવવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને ખોખરા વિસ્તારમાં જે દુકાનો ખુલ્લી હતી તેને બંધ કરાવી હતી. દલિત સમાજ દ્વારા હજુ પણ પોતાની માંગ પર તટસ્થ જોવા મળી રહ્યા છે. આ જ સાંજ સુધી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર લોકોની ધરપકડ કરવામાં નહીં આવે તો આવતીકાલે રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
અહેવાલઃ રાહુલ ત્રિવેદી, અમદાવાદ
આ પણ વાંચો: Rajkot સિટી બસમાં દારૂ પીવાની પરવાનગી છે? નશામાં ખેલ કરતો જોવા મળ્યો બસ કંડક્ટર, Video Viral