Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Parents : અમદાવાદમાં રહેતા દિપક શાહે બનાવ્યું માતા-પિતાનું મંદિર

Parents : પુથ્વી પર ઈશ્વરનું માનવ સ્વરૂપ એટલે માતા-પિતા (Parents) જયારે ભગવાનને પણ પૃથ્વી પર અવતરણ વખતે માતા-પિતાની જરૂર પડે છે ત્યારે આ દુનિયામાં તેનાથી મોટું કોઈ નથી. કહેવતોમાં અને પુસ્તકોમાં હંમેશા વાંચ્યું છે કે માતા-પિતાથી મોટું કોઈ નથી. અમદાવાદના...
parents   અમદાવાદમાં રહેતા દિપક શાહે બનાવ્યું માતા પિતાનું મંદિર
Advertisement

Parents : પુથ્વી પર ઈશ્વરનું માનવ સ્વરૂપ એટલે માતા-પિતા (Parents) જયારે ભગવાનને પણ પૃથ્વી પર અવતરણ વખતે માતા-પિતાની જરૂર પડે છે ત્યારે આ દુનિયામાં તેનાથી મોટું કોઈ નથી. કહેવતોમાં અને પુસ્તકોમાં હંમેશા વાંચ્યું છે કે માતા-પિતાથી મોટું કોઈ નથી. અમદાવાદના અંજલિ ચાર રસ્તા નજીક યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા દિપક શાહે પુરવાર કર્યું છે કે માતા પિતાથી મોટું કોઇ જ નથી.

Advertisement

મારા ઘરે મારા માતા-પિતાનું એક મંદિર બનાવવું છે

અમદાવાદમાં રહેતા દિપક શાહને વિચાર આવ્યોકે મારે મારા ઘરે મારા માતા-પિતાનું એક મંદિર બનાવવું છે. દિપક શાહના પિતા અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા હતા. ત્યાંથી તેઓ પરિવાર સાથે અમદાવાદના પશ્ચિમ ભાગમાં રહેવા આવ્યા હતા. દિપક શાહના મોટા ભાઈ હરેશ શાહ વકીલાત કરે છે જ્યારે દિપક શાહ શેર બ્રોકરનો બિઝનેસ કરે છે. દિપક શાહને જ્યારે વિચાર આવ્યો કે મારે માતા પિતાનું મંદિર બનાવવું છે. ત્યારે પરિવારના તમામ લોકોએ સહકાર આપ્યો હતો.

Advertisement

ભગવાનને પણ જન્મ લેવા માટે માતા પિતાની જરૂર પડે

દિપક શાહ એવું માની રહ્યા છે કે આ પૃથ્વી જેને આપણને બતાવી અને જેને જીવન જીવતા શિખડવ્યું એજ આપણા ભગવાન છે. ભગવાનને પણ જન્મ લેવા માટે માતા પિતાની જરૂર પડે ત્યારે માતા પિતાનું સ્થાન કયાં હોવું જોઇએ એ દરેક લોકોએ સમજવાની જરુર છે. મારા માતા પિતા પાસે તમે આવીને દર્શન કરો ત્યારે તમને તમારા જ માતા પિતા દેખાશે એ મને ખાત્રી છે. મારા માતા પિતાનું આ મંદિર પણ જુઓ જેમાં તે માત્ર આશીર્વાદ આપી રહ્યા છે. કોઈ વસ્તુની માંગણી નથી કરી રહ્યા કે નથી તેમણે જીવન ભર કોઈ આશા રાખી છે.

સમાજની વચ્ચે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું

માતા પિતા બંનેના જીવનની વાત કરીએ તો એક પોતાના દિકરાની પાછળ આખી જિંદગી અપાશે જ્યારે બીજા તેનાં પરિવાર અને બાળક માટે હમેશા લડતા રહેશે. ત્યારે અમદાવાદના આ દિપક શાહને ગુજરાત ફર્સ્ટ પણ સલામ કરે છે. સમાજની વચ્ચે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

દરેકનો પરિવાર સાથે રહે તે અંગેનું અભિયાન પણ શરૂ કર્યું

જ્યારે બીજી તરફ હાલમાં શહેરમાં વૃધ્ધાશ્રમો વધી રહ્યા છે ત્યારે દિપક શાહ અને તેની ટીમ સાથે મળીને દરેકનો પરિવાર સાથે રહે તે અંગેનું અભિયાન પણ શરૂ કર્યું છે.

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ 

આ પણ વાંચો---- VADODARA : પિતા જોડે થતી ગેરવર્તણુંક રોકવા જતા મળ્યો માર

Tags :
Advertisement

.

×