Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Harsh Sanghvi Birthday: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ગૌ પૂજન કરી જન્મ દિવસની શરૂઆત કરી

Harsh Sanghvi Birthday: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો જન્મ દિવસ છે. જેમાં સેવાકીય કાર્યો સાથે જન્મ દિવસની ઉજવણી કરશે. તેમાં ગાંધીનગર સેક્ટર 2 ખાતે ગૌ પૂજન કરીને જન્મ દિવસની શરૂઆત કરશે. તથા દિવ્યાંગ બાળકો અને આદિજાતિ શાળાના બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી.
harsh sanghvi birthday  નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ગૌ પૂજન કરી જન્મ દિવસની શરૂઆત કરી
Advertisement
  • Harsh Sanghvi Birthday: સેવાકીય કાર્યો સાથે જન્મ દિવસની ઉજવણી કરશે
  • ગાંધીનગર સેક્ટર 2 ખાતે ગૌ પૂજન કરીને જન્મ દિવસની શરૂઆત
  • દિવ્યાંગ બાળકો અને આદિજાતિ શાળાના બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી

Harsh Sanghvi Birthday: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો જન્મ દિવસ છે. જેમાં સેવાકીય કાર્યો સાથે જન્મ દિવસની ઉજવણી કરશે. તેમાં ગાંધીનગર સેક્ટર 2 ખાતે ગૌ પૂજન કરીને જન્મ દિવસની શરૂઆત કરશે. તથા દિવ્યાંગ બાળકો અને આદિજાતિ શાળાના બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી.

ગુજરાતના રાજકારણમાં હર્ષ સંઘવી એક અલગ જ ઇતિહાસ કંડારી રહ્યાં છે

ગુજરાતના રાજકારણમાં હર્ષભાઇ સંઘવી એક અલગ જ ઇતિહાસ કંડારી રહ્યાં છે. સૌથી નાની ઉંમરે ધારાસભ્ય બન્યા પછી રાજ્યના ગૃહમંત્રાલયનું જવાબદારીભર્યું અને મહત્વપૂર્ણ જવાબદારી પોતાના ખભાઓ પર લીધી હતી. પોતાને મળેલી જવાબદારીને ખુબ જ સારી રીતે નિભાવીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરનારા હર્ષભાઇ સંઘવીએ નાની ઉંમરમાં વધુ એક સિદ્ધી પોતાના નામે લખી લીધી છે. જ્યારે પણ ગુજરાતના રાજકારણના ઈતિહાસનો ઉલ્લેખ થશે તો હર્ષભાઇ સંઘવીનું નામ લખ્યા વગર તે પૂર્ણ થશે નહીં.

Advertisement

Advertisement

Harsh Sanghvi Birthday: સુરતની ગલીઓમાંથી ઉભરીને ગુજરાતના રાજકીય આકાશમાં ચમકતા તારા જેવા હર્ષભાઇ સંઘવી

સુરતની ગલીઓમાંથી ઉભરીને ગુજરાતના રાજકીય આકાશમાં ચમકતા તારા જેવા હર્ષ સંઘવીની કથા એક સામાન્ય યુવાનની અસામાન્ય સફર છે. 8 જાન્યુઆરી, 1985૫ના રોજ સુરતમાં જન્મેલા હર્ષ રામેશભાઈ સંઘવીનું જીવન સમર્પણ, સેવા અને સંગ્રામથી ભરપૂર છે. સેવાના બીજું નામ હર્ષ, જેમનું શિક્ષણ નાનપણથી જ સામાજિક જવાબદારીથી જોડાયેલું હતું. તેઓએ સુરતની ટી એન્ડ ટીવી હાઈસ્કૂલમાંથી 9મા ધોરણ સુધીનું શિક્ષણ પૂરું કર્યું, જે 31 મે, 2001માં પૂર્ણ થયું. તેઓએ 8મા ધોરણ પછી શિક્ષણ છોડીને સામાજિક કાર્યમાં કુદી પડ્યા હતા. પરંતુ તેમનું વાસ્તવિક શિક્ષણ તો જીવનના અનુભવોમાંથી મળ્યું. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સેવા કરતા હતા. 15 વર્ષની ઉંમરથી જ તેઓએ સામાજિક કાર્ય શરૂ કર્યું, જેમાં સોંગઢ, ઉચ્છલ, વ્યારા અને તાપી જિલ્લાઓમાં સિકલ સેલ એનિમિયા જેવી બીમારીઓ સામે મેડિકલ કેમ્પો લગાવવાનો સમાવેશ થાય છે. આ કાર્યથી તેઓએ આદિવાસી સમુદાયને જોડાવા માટે પ્રયાસો કર્યા, જે તેમના રાજકીય જીવનનો આધાર બન્યો હતો. ત્યારે તો તેઓ સ્વપ્ને પણ વિચાર્યું નહીં હોય કે તેઓ રાજકારણમાં એક્કો સાબિત થશે.

રાજકીય સફર : યુવા મોરચાથી ધારાસભ્ય સુધી

હર્ષભાઇની રાજકીય પ્રવેશદ્વાર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા (ભાજપ)થી થયો હતો. 15 વર્ષની ઉંમરે સામાજિક કાર્યકર્તા તરીકે શરૂઆત કરી હતી. તેઓએ ભાજપ સુરત જિલ્લા મહામંત્રી પછી પ્રદેશ મહામંત્રી અને 2017માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. તેમની યુવા ઉર્જા અને સંગઠન કુશળતાએ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા નેતાઓના વિશ્વાસુ બની ગયા હતા. 2014માં મોદીના વિદેશ પ્રવાસોમાં ભારતીય વસાહતોને જોડવાનું કાર્ય તેમણે કર્યું, જેમાં અમેરિકાના મેડિસન સ્ક્વેર ગાર્ડન પ્રોગ્રામની સફળતા તેમના નામે જોડાયેલી છે. 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મજુરા બેઠકથી લડીને તેઓ 27 વર્ષની ઉંમરે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. તેમણે 82,000થી વધુ મતોના તફાવતથી જીત મેળવી હતી. જે રાજ્યમાં ચોથી સૌથી મોટી વિજય હતી. 2017માં તેઓએ આગળ વધીને 76.65% મતો મેળવીને સીટ જાળવી રાખી હતી. તો 2022માં આમ આદમી પાર્ટીના પીવીએસ શર્માને 1,16,675 મતોના તફાવતથી હરાવીને ત્રીજી વખત જીત્યા હતા. તેમની ચૂંટણી એફિડેવિટ અનુસાર તો તેઓ સુરતમાં એક હીરા વેપારી તરીકે જાણીતા છે.

Tapi Tree plantation program held at Songarh in the presence of Minister of State for Home Harsh Sanghvi

મંત્રી તરીકેનું કાર્યકાળ : ગૃહ રાજ્યમંત્રીથી નવી ઉડાન

જણાવી દઈએ કે, હર્ષભાઇ સંઘવીએ અનુરાગ ઠાકુર અને પંકજા મુંડે સાથે પણ કામ કર્યુ હતુ. જે સમયે વર્ષ 2014માં જ્યારે પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડી ત્યારે હર્ષભાઇ સંઘવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અને એજ સમયથી ચર્ચામાં આવેલ હર્ષભાઇ સંઘવી પીએમ મોદી અને અમિત શાહના પ્રિય બની ગયા હતા. સપ્ટેમ્બર 2021માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં તેમને રાજ્ય ગૃહ, પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન, યુવા, સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એનઆરઆઈ, એક્સાઈઝ, સરહદી સુરક્ષા અને જેલ જેવા 9 વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી. 36 વર્ષની ઉંમરે ગુજરાતના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનીને તેઓએ કાયદો અને વ્યવસ્થા, ડ્રગ્સ વિરુદ્ધના પ્રયાસો અને પોલીસ વેલ્ફેર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કોવિડ-19 મહામારી દરમિયાન તેમણે સુરતમાં 200 આઈસોલેશન વોર્ડ્સ સ્થાપિત કરીને દવાઓ અને ખોરાકની વહેંચણી કરીને સામાન્ય લોકોની જનસેવામાં કરવામાં જરા પણ કાચું કાપ્યું નહતું. જે કામે તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો હતો. તેઓએ 'ક્લીન તાપી' અભિયાન ચલાવ્યું, જ્યાં તેઓએ પોતે ગંદકીમાં ઉતરીને નદી સફાઈ કરી. તેમના 28મા જન્મદિવસે 'તેરાપંથ ભવન' જોબ ફેર યોજીને યુવાનોને રોજગારી આપી અને વિકલાંગો માટે મોબાઈલ ફોન વિતરણ અને યુવા ઉદ્યોગસાહસિક સમિટ જેવા કાર્યો કર્યા. ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ પર તેમના પ્રયાસોને કારણે 2024માં કરોડો રૂપિયાના હેરોઈનની હેરાફેરી પકડી પાડી હતી.

હર્ષભાઇ સંઘવીની સફર દર્શાવે છે કે સમર્પણ અને સેવાથી કોઈ પણ સ્તર પર પહોંચી શકાય છે

આ સાથે જ હર્ષભાઇ સંઘવીની સક્રિયતાના કારણે ગુજરાતના દરિયા કિનારેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને રાજ્યમાં આવતું અટકાવીને યુવાઓના જીવનને સુરક્ષિત કર્યા હતા. 17 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણમાં હર્ષભાઇ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. આ નિમણૂક ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળના પુનઃગઠનના ભાગરૂપે થઈ જેમાં કુલ 24 મંત્રીઓનો સમાવેશ થયો છે. આ નિમણૂકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ભાગીદારી હતી. આ પદ પર તેમને યુવા નેતૃત્વને મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓમાં ભાજપને ફાયદો આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શપથ ગ્રહણ સાથે થઈ જેમાં કેન્દ્રીય નેતાઓની હાજરી હતી. આ કદમથી ગુજરાતમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન મળ્યું છે. હર્ષભાઇ સંઘવીની સફર દર્શાવે છે કે સમર્પણ અને સેવાથી કોઈ પણ સ્તર પર પહોંચી શકાય છે.

આ પણ વાંચો: Gujarat: સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વ ઉજવણી, જાણો સમગ્ર માહિતી

Tags :
Advertisement

.

×