Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

લોકસાહિત્યકાર Devayat Khavad અંગે સાણંદ કોર્ટનો મોટો ચુકાદો! આ કેસમાં નિર્દોષ છોડ્યા

લોકસાહિત્યકાર દેવાયત ખવડને સાણંદ કોર્ટે (Sanand Court) મોટી રાહત આપતા ચાંગોદર (Changodar) છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થતાં કોર્ટે દેવાયત ખવડને નિર્દોષ છોડવા હુકમ કર્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની વિવાદનો અંત આવતા દેવાયત ખવડ અને તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
લોકસાહિત્યકાર devayat khavad અંગે સાણંદ કોર્ટનો મોટો ચુકાદો  આ કેસમાં નિર્દોષ છોડ્યા
Advertisement
  • Devayat Khavad ને લઇ મહત્વના સમાચાર
  • દેવાયત ખવડને સાણંદ કોર્ટ તરફથી સૌથી મોટી રાહત
  • લોકસાહિત્યકાર દેવાયત ખવડને સાણંદ કોર્ટે નિર્દોષ છોડ્યા

Devayat Khavad: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર (Folk Artist) દેવાયત ખવડ (Devayat Khavad) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ (Ahmedabad) જિલ્લાની સાણંદ કોર્ટ (Sanand Court) દ્વારા તેમને એક જૂના છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે પુરાવાઓના અભાવે દેવાયત ખવડને છોડી મૂકવાનો હુકમ કર્યો છે, જેને પગલે તેમના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Devayat Khavad: છેતરપિંડીના કેસમાં બન્ને પક્ષકારોમાં સમાધાન

કેસની વિગત મુજબ ચાંગોદર (Changodar) પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ વિરુદ્ધ છેતરપિંડી (Fraud) અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી. રુ. 8 લાખ લઈને પ્રોગ્રામ ન કરવાનો આરોપ હતો. આ કેસ સાણંદની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે બાદ છેતરપિંડી કેસમાં બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થયું. જે બાદ કોર્ટે ચાંગોદરના છેતરપિંડીના કેસમાં દેવાયતને છોડી દેવાનો હુકમ કરાયો છે. દેવાયત ખવડ તરફે એડવોકેટ ધ્રુવેશ કે. ત્રિવેદી હાજર રહ્યાં હતા. આ અગાઉ પણ દેવાયત ખવડ અન્ય વિવાદોમાં રહી ચૂક્યા છે, પરંતુ આ કેસમાં મળેલી રાહત તેમના જાહેર જીવન અને કારકિર્દી માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.

Advertisement

Advertisement

Devayat Khavad સતત રહે છે વિવાદમાં!

લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad) માટે વિવાદો (Controversies) જાણે તેમની લોકપ્રિયતાનો એક હિસ્સો બની ગયા છે. તેમની કારકિર્દીમાં સૌથી ચર્ચિત વિવાદ રાજકોટ (Rajkot) ખાતે મયુરસિંહ રાણા (Mayursinh Rana) પર થયેલા જીવલેણ હુમલાનો રહ્યો છે, જેમાં દેવાયત ખવડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેમને લાંબો સમય જેલવાસ (Jail) પણ ભોગવવો પડ્યો હતો. આ હુમલા પાછળ જૂની અદાવત હોવાનું મનાતું હતું. આ ઉપરાંત, સોશિયલ મીડિયા (Social Media) પર અન્ય કલાકારો કે જ્ઞાતિઓ વિશે કરેલી કેટલીક ટિપ્પણીઓને કારણે પણ તેઓ અનેકવાર વિરોધનો સામનો કરી ચૂક્યા છે. ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના યુવાનો સાથેના ઘર્ષણ અને જાહેર કાર્યક્રમોમાં તેમના ઉગ્ર તેવર ઘણીવાર કાનૂની ગૂંચવણોનું કારણ બન્યા છે. હાલ  સાણંદ કોર્ટ (Sanand Court) દ્વારા જે છેતરપિંડી (Fraud Case) ના કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, તે વિવાદે પણ લાંબા સમય સુધી તેમની છબી પર અસર પાડી છે.

આ પણ વાંચોઃ Devayat Khavad: ચાંગોદરમાં થયેલી ફરિયાદ રદ કરવા જતાં હાઇકોર્ટની આકરી ટિપ્પણી

આ પણ વાંચોઃ Devayat Khawad અને Bhagvantsingh Chauhan વચ્ચે સમાધાન, જાણો શું થયું હતુ?

Tags :
Advertisement

.

×