Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dhandhuka-રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એકનું મોત, અન્ય લોકો ઈજાગ્રસ્ત

Dhandhuka Accident News: અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલા રાણપુર રોડ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કિસાન જીન પાસે એક ટ્રક અને કાર વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
dhandhuka રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એકનું મોત  અન્ય લોકો ઈજાગ્રસ્ત
Advertisement

Dhandhuka Accident News: અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલા રાણપુર રોડ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કિસાન જીન પાસે એક ટ્રક અને કાર વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ચીથરા ઉડી ગયા હતા, જેના કારણે એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં એકનું મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ

મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કારમાં સવાર મોહનભાઈ પરબતભાઈ વાસણ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત, કારમાં સવાર અન્ય ત્રણ સભ્યો - લક્ષ્મીબેન મોહનભાઈ વાસણ, જસ્મીન મોહનભાઈ વાસણ અને ચિરાગભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધંધુકાની RMS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

પોલીસ તપાસ શરૂ

અકસ્માતને પગલે રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ધંધુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત માટે જવાબદાર ટ્રક ચાલક અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો:  Rajkot News: રાજકોટમાં 8 વર્ષ જૂના હત્યા કેસનો ભેદ ઉકેલાયો, આજી નદીમાંથી મળેલા માથાના કેસમાં મોટો ખુલાસો

Tags :
Advertisement

.

×