ડિજિટલ અરેસ્ટનું નવું ખતરનાક તરકટ! પાકિસ્તાન અને બોમ્બ બ્લાસ્ટના નામે ડરાવતા સાયબર માફિયાઓથી સાવધાન
- ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) કરવા સાયબર ગઠિયાઓનું નવુ કારસ્તાન આવ્યું સામે
- પાકિસ્તાન સાથે કનેક્શનનું કહીને કર્યો ડિજિટલ એરેસ્ટનો પ્રયાસ
- આતંકવાદીઓ સાથે લિંક હોવાનું કહી ઠગે છે સાયબર માફિયાઓ
- દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં નામ હોવાનું કહીને ડિજિટલ અરેસ્ટનો પ્રયાસ
- આતંકવાદીઓની પૂછપરછમાં તમારું નામ હોવાનું કહીને ઠગવાનો પ્રયાસ
સાયબર ગુનેગારો હવે સામાન્ય લોકોની મજબૂરી અને ડરનો ફાયદો ઉઠાવવા માટે હદ વટાવી રહ્યા છે. તાજેતરમાં 'ડિજિટલ અરેસ્ટ' (Digital Arrest) ના નામે છેતરપિંડીનું એક એવું કારસ્તાન સામે આવ્યું છે, જેમાં ગુનેગારો વ્યક્તિને દેશદ્રોહી કે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનું કહીને માનસિક રીતે તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને પાકિસ્તાની કનેક્શન અને દિલ્હી બોમ્બ બ્લાસ્ટ જેવા ગંભીર મુદ્દાઓનો ઉપયોગ કરીને લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
શું છે આ નવું મોડસ ઓપરેન્ડી?
સાયબર અપરાધીઓ હવે નાગરિકોને માનસિક રીતે તોડવા માટે 'દેશ વિરોધી પ્રવૃત્તિ' જેવા ગંભીર અને સંવેદનશીલ વિષયોનો સહારો લઈ રહ્યા છે, જેમાં પીડિતને પાકિસ્તાની આતંકવાદીઓ સાથે સંપર્કમાં હોવાનું કહીને ડરાવવામાં આવે છે. આ નવી મોડસ ઓપરેન્ડી હેઠળ ઠગબાજો ગંભીર અવાજે ફોન કરી એવો દાવો કરે છે કે 10 નવેમ્બર 2025ના દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં પકડાયેલા આતંકવાદીઓએ પૂછપરછમાં તમારું નામ આપ્યું છે અને તમારા મોબાઈલ દ્વારા જ સરહદ પાર ગુપ્ત માહિતી મોકલવામાં આવી છે. તાજેતરમાં 95818 85405 નંબર પરથી આવેલા આવા જ એક કોલમાં જ્યારે જાગૃત નાગરિકે ડરવાને બદલે કાયદાકીય નોટિસની માંગણી કરી અને વકીલ મારફતે જવાબ આપવાની વાત કરી, ત્યારે ઠગબાજ ગભરાઈને ઉદ્ધતાઈ પર ઉતરી આવ્યો હતો. આ કિસ્સો સાબિત કરે છે કે તપાસ એજન્સીઓ ક્યારેય ફોન પર આવી પૂછપરછ કે ધરપકડ નથી કરતી, તેથી જો નાગરિકો ડર્યા વગર તાર્કિક દલીલો કરે અને સત્તાવાર પ્રક્રિયાનો આગ્રહ રાખે તો આવા ડિજિટલ માફિયાઓના મનસૂબાને નિષ્ફળ બનાવી શકાય છે.
Cyber Alert | સાવધાન - આંતકવાદીઓના નામે ફસાવશે તમને સાયબર ગઠિયા | Gujarat First
ડિજિટલ અરેસ્ટ કરવા સાયબર ગઠિયાઓનું નવુ કારસ્તાન આવ્યું સામે
પાકિસ્તાન સાથે કનેક્શનનું કહીને કર્યો ડિજિટલ એરેસ્ટનો પ્રયાસ
આતંકવાદીઓ સાથે લિંક હોવાનું કહી ઠગે છે સાયબર માફિયાઓ
દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં… pic.twitter.com/gema5oED0x— Gujarat First (@GujaratFirst) December 29, 2025
સાયબર માફિયાઓથી બચવા માટે આટલું ખાસ ધ્યાન રાખો (Digital Arrest)
વધતા જતા સાયબર અપરાધોના યુગમાં જાગૃતિ જ શ્રેષ્ઠ બચાવ છે, કારણ કે કોઈપણ સરકારી તપાસ એજન્સી જેમ કે પોલીસ કે CBI ક્યારેય ફોન અથવા વીડિયો કોલ દ્વારા પૂછપરછ કે 'Digital Arrest' જેવી કાર્યવાહી કરતી નથી. જ્યારે પણ કોઈ અજાણ્યો વ્યક્તિ તમને ફોન પર ડરાવવાનો કે કોઈ ગુનામાં ફસાવવાનો પ્રયત્ન કરે, ત્યારે ગભરાયા વગર શાંત મનથી તાર્કિક સવાલો કરવા જોઈએ, કારણ કે ઠગબાજો હંમેશા ભયનું વાતાવરણ ઊભું કરી તમારી પાસે ઉતાવળમાં ભૂલ કરાવવાની ફિરાકમાં હોય છે. ખાસ યાદ રાખવું કે કોઈપણ સંજોગોમાં અજાણી વ્યક્તિ સાથે OTP, બેંક વિગતો કે આધાર કાર્ડ જેવી ખાનગી માહિતી શેર ન કરવી અને જો કોઈ ગુનાહિત સંડોવણીનો દાવો કરે, તો હંમેશા તમારા રહેણાંક સરનામે સત્તાવાર લેખિત નોટિસની માંગણી કરવી. આ પ્રકારની મક્કમતા અને સતર્કતા રાખવાથી તમે માત્ર તમારી જાતને જ નહીં પરંતુ તમારી મહેનતની કમાણીને પણ સુરક્ષિત રાખી શકો છો.
ક્યાં ફરિયાદ કરવી?
ઉલ્લેખનીય છે કે, જો તમને પણ આવા કોઈ શંકાસ્પદ નંબર પરથી ફોન આવે અથવા તમે ઠગાઈનો શિકાર બન્યા હોવ, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો.
આ પણ વાંચો : Surat : નશા સામે જંગ! મિત્રતાની નવી પરિભાષા સમજાવતા DyCM હર્ષભાઈ સંઘવી


