Gujarat Vikas Asmita Award: 11 લાખથી વધુ જીવનમાં બદલાવ લાવનાર ડૉ. નિતીન શાહ ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત
Gujarat Vikas Asmita Award: હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડૉ. નિતીન સુમંત શાહને પાંચ દાયકાની સમાજસેવા બદલ ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત કરાયા. આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, મહિલા સશક્તિકરણ અને દિવ્યાંગજન કલ્યાણ સહિતના ક્ષેત્રોમાં તેમના કાર્યથી 11 લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે. હવે ગામડાઓમાં નવા માનવસેવા પ્રકલ્પો શરૂ કરવાની દિશામાં સંસ્થા આગળ વધી રહી છે.
Advertisement
Gujarat Vikas Asmita Award: છેલ્લા પાંચ દાયકાથી સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં અવિરત કાર્યરત હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડૉ. નિતીન સુમંત શાહને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સમાજના વિવિધ વર્ગોના ઉત્થાન માટે કરવામાં આવેલી તેમની સેવાકીય કામગીરીને બિરદાવતા આ સન્માનથી સંસ્થાના કાર્યકરો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

