ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : છત્રપતિ શિવાજી મહારાજનું જીવન, કુશળ નેતૃત્વ આજે પણ પ્રેરણાદાયી છે : ડૉ. વિવેક કુમાર ભટ્ટ

ડૉ. વિવેક કુમાર ભટ્ટે કહ્યું કે, છત્રપતિ શિવાજી સાધારણ વ્યક્તિ નહોતા. આજે પણ યુવાનો માટે તેઓ પ્રેરણાદાયી છે.
11:04 PM Feb 19, 2025 IST | Vipul Sen
ડૉ. વિવેક કુમાર ભટ્ટે કહ્યું કે, છત્રપતિ શિવાજી સાધારણ વ્યક્તિ નહોતા. આજે પણ યુવાનો માટે તેઓ પ્રેરણાદાયી છે.
Ahmedabad_Gujarat_first main
  1. છત્રપતિ શિવાજી મહારાજની 395 મી જન્મજયંતીની ઉજવણી (Ahmedabad)
  2. અમદાવાદમાં ઓઢવમાં તક્ષશિલા સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
  3. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ ઉપસ્થિત રહ્યાં
  4. ઓઢવ, વસ્ત્રાલ, અમરાઈવાડી, હાટકેશ્વર, ખોખરા, નરોડા, મણિનગરમાં શોભાયાત્રા યોજાઈ

અમદાવાદનાં (Ahmedabad) ઓઢવ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 395 મી જન્મજયંતીની ઉજવણી માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટ ન્યુઝનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) ઉપસ્થિત રહ્યા હતા. તેમને સ્થાનિકોને સંબોધિત પણ કર્યા હતા. ડૉ. વિવેક કુમાર ભટ્ટે કહ્યું કે, આજનાં યુગમાં યુવાનોને માત્ર શિવાજી મહારાજની વાત જ નહિં પણ સારા નેતૃત્વ અંગે પણ શીખવું જોઈએ.

ઓઢવમાં તક્ષશિલા સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ, શોભાયાત્રા નીકળી

અમદાવાદનાં (Ahmedabad) ઓઢવ વિસ્તારમાં આવેલ તક્ષશિલા સ્કૂલ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની (Chhatrapati Shivaji Maharaj) 395 મી જન્મજયંતી નિમિત્તે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજની જીવન શૈલી, તેમનું ચરિત્ર, હિન્દુ સ્વરાજ્યનાં મેસેજને ઘર-ઘર સુધી પહોંચાડવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષની પરંપરા મુજબ પૂર્વ વિસ્તાર ઓઢવ, વસ્ત્રાલ, અમરાઈવાડી, હાટકેશ્વર, ખોખરા, નરોડા, મણિનગરમાં શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા પછી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Vadodara : PT શિક્ષકે વિદ્યાર્થિની છેડતી કરી, શાળાએ માત્ર ટર્મિનેટ કર્યો, પો. ફરિયાદ અંગે આચાર્યે કહી આ વાત

મુગલ સમ્રાટનાં સમયમાં શિવાજી મહારાજનો ડંકો હતો : ડૉ. વિવેક કુમાર ભટ્ટ

ઓઢવ ખાતે (Odhav) યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટ ન્યુઝનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, આપ સૌને છત્રપતિ શિવાજી મહારાજની 395 મી જન્મજયંતીની શુભેચ્છાઓ, છત્રપતિ શિવાજી ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર. ડૉ. વિવેક કુમાર ભટ્ટે કહ્યું કે, છત્રપતિ શિવાજી સાધારણ વ્યક્તિ નહોતા. આજે પણ યુવાનો માટે તેઓ પ્રેરણાદાયી છે. મુગલ સમ્રાટનાં સમયમાં શિવાજી મહારાજનો ડંકો હતો. તેમની કુશળ રાજનીતિ અને યુદ્ધ નીતિ આજે પણ યુવાનો માટે પ્રેરણાદાયી છે. એક કુશળ યોદ્ધા તરીકે અકલ્પનીય નેતૃત્વ કરવાની તેમની શૈલી હતી. માત્ર 16 વર્ષની ઉંમરમાં શિવાજી મહારાજે પ્રથમ કિલ્લો જીત્યો હતો. 16 વર્ષનાં બાળકને ખ્યાલ આવ્યો કે હિન્દુ રાષ્ટ્ર બંનવવા માટે સંઘર્ષ કરવો પડશે. મુગલ સમ્રાટો સામે હિન્દુ રાષ્ટ્ર બનાવવા તેઓ લડ્યા, જીત્યા અને ભગાવો લેહરવ્યો.

આ પણ વાંચો - Mehsana નાં આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું, જાણો તેમના વિશે

'સંકલ્પ અને ધૈર્ય શિવાજી મહારાજ પાસે હતું. તે આજનાં યુવાનોને શીખવા જેવું'

ડૉ. વિવેક કુમાર ભટ્ટે આગળ કહ્યું કે, આજના યુગમાં શિવાજી મહારાજની (Chhatrapati Shivaji Maharaj) માત્ર વાત જ નહિં પણ તેમની નેતૃત્વ કળા અંગે પણ યુવાનોએ જાણવું જોઈએ અને શીખવું જોઈએ. શિવાજી મહારાજની પરિકલ્પનાંથી આજે નેવી છે તે દિશામાં આપડે કામ કરીએ છે. શિવાજી મહારાજે નેવી ફોર્સની શરૂઆત કરી તે સમયે તેઓ પહેલા જ દુશ્મનોનાં ઇરાદા માપી લેતા હતા. શિવાજી મહારાજે પ્રતાપગઢનો કિલ્લો જીત્યો હોય કે બધાંને સાથે રાખવાની વાત દરેક વાત શીખવા જેવી છે. સંકલ્પ અને ધૈર્ય શિવાજી મહારાજ પાસે હતું. તે આજનાં યુવાનોને શીખવા જેવું છે. શિવાજી ક્યારેય હાર્યા નથી, ક્યારેય ઝુક્યા નથી. આજે 395 મી જન્મજયંતીએ આ અવસર પર મને બોલાવ્યો મારું સન્માન કર્યું, હું છત્રપતિ શિવજી ચેરિટેબલ ટ્રસ્ટનો (Chhatrapati Shivaji Charitable Trust) આભારી છું.

આ પણ વાંચો - Khyati Hospital Scam : GMC ની મિટિંગમાં મોટો નિર્ણય, આ બે ડોક્ટરના લાયસન્સ સસ્પેન્ડ

Tags :
395th birth anniversary of Chhatrapati Shivaji MaharajAhmedabadChhatrapati Shivaji Charitable Trustchhatrapati shivaji maharajDr.Vivek Kumar BhattGUJARAT FIRST NEWSHindu nationHindu SwarajNavy ForceOdhavTop Gujarati News
Next Article