IPL 2026 Final ને લઈને DyCM હર્ષભાઈ સંઘવીનું નિવેદન, કહ્યું- "ગુજરાતી ભોજન મીઠું, અને અમારો પ્રેમ પણ એટલો જ મીઠો"
IPL 2026 Final: અમદાવાદ (Ahmedabad) સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાયેલી IPL 2026 ની ફાઈનલ મેચ એક ઐતિહાસિક ઘટના બની રહી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ આ મેચના સફળ આયોજન બદલ બીસીસીઆઈ (BCCI) ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
GT ને પછાડી સતત બીજી વાર RCB ચેમ્પિયન
આ ભવ્ય ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) એ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ને 5 વિકેટથી પરાજય આપીને સતત બીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ બદલ ક્રિકેટ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
DyCM હર્ષભાઈ સંઘવી ( Harsh Sanghavi) નું નિવેદન
આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) એ જણાવ્યું હતું કે, દેશના ખૂણે ખૂણેથી લાખો ક્રિકેટ રસિકો અમદાવાદ (Ahmedabad) આવી પહોંચ્યા હતા. સમગ્ર દેશભરમાંથી આવેલા આ મહેમાનોનું સ્વાગત કરતા અમને આનંદ છે. અમને આશા છે કે અમદાવાદની મહેમાનગતિ તેમને ચોક્કસ ગમી હશે. ગુજરાતી ભોજન મીઠું જરૂર હોય છે, પણ અમારો પ્રેમ પણ મીઠો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમદાવાદ (Ahmedabad) માં આ પ્રકારના ઐતિહાસિક આયોજનથી શહેરનું ગૌરવ વધ્યું છે.
DyCM HarshBhai Sanghavi નું IPLને લઈને નિવેદન | Gujarat First
BCCIની આખી ટીમને આયોજન બદલ અભિનંદનઃ હર્ષભાઈ
અમદાવાદમાં ઐતિહાસિક મેચનું આયોજન થયુંઃ હર્ષભાઈ
"દેશના ખૂણે ખૂણેથી ક્રિકેટ રસિકો અમદાવાદ આવ્યા"
"દેશભરમાંથી આવેલા મહેમાનોનું અમદાવાદમાં સ્વાગત"
"આશા છે કે અમદાવાદની… pic.twitter.com/6L9rK1q8kQ— Gujarat First (@GujaratFirst) June 1, 2026
આ પણ વાંચો: Gujarat News Today: આજે 1 જૂન 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


