Election Result 2026 : પોલીસના બંદોબસ્ત વચ્ચે એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે
- Election Result 2026 ને લઈ આજે મતગણતરી
- જિલ્લા વહીવટ તંત્રની કામગીરી પૂર્ણ
- એલ.ડી.કોલેજમાં 27 વોર્ડની ગણતરી કરવામાં આવશે
- 9 ROની અધ્યક્ષતામાં મતગણતરી ગણવામાં આવશે
- 9 વાગે મત ગણતરી શરૂ થશે
Election Result 2026 : અમદાવાદ મનપાની (corporation) ચૂંટણીની (election) મતગણતરી (voting) હાથ ધરાશે જેમાં સૌ પ્રથમ બેલેટ પેપરથી મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ મશીનમાં પડેલા વોટની ગણતરી કરવામાં આવશે. 24-24 વોર્ડના બંને જગ્યાએ થશે કાઉન્ટીંગ અને સવારે 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં 46 ટકા મતદાન નોંધાયું છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની બે બેઠકો બિનહરીફ થતાં 190 બેઠકો સામે 652 ઉમેદાવારો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં લોકશાહીના મિશ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. સવારે 7 વાગ્યે મતદાનનો પ્રારંભ અત્યંત ધીમી ગતિએ થયો હતો. શરૂઆતના કલાકોમાં પશ્ચિમ અમદાવાદના મતદાન મથકો પર સ્ટાફ મતદારોની રાહ જોતો બેસી રહ્યો હતો. જ્યારે પૂર્વ વિસ્તારમાં સવારથી જ મધ્યમ કતારો જોવા મળી હતી. સવારે નિરસ મતદાન બાદ બપોરે 3 વાગ્યા પછી ‘રોકેટ ગતિ’ જોવા મળી અને સાંજ સુધીમાં 46 ટકા મતદાન નોંધાયું હતું. જોકે, જેમ જેમ દિવસ ચઢતો ગયો અને ગરમીનો પારો વધ્યો, તેમ તેમ મતદાનની ટકાવારીમાં આશ્ચયંજનક ઉછાળો જોવા મળ્યો હતો.
મતદાનના દિવસે લગ્નગાળાની પણ અસર જોવા મળી હતી
પૂર્વમાં ઉત્સાહ અને પશ્ચિમમાં સુસ્તી વચ્ચે અનેક વિસ્તારોમાં ઈવીએમ ખોટકાયા અને મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. વહીવટી તંત્રની બેદરકારી અને મતદાર યાદીના છબરડા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બની હતી. રવિવારે લગ્નગાળાની પણ અસર જોવા મળી હતી. ઉપરાંત શનિવાર અને રવિવારની જાહેર રજાના લીધે લોકો બહારગામ ગયા હોવાની પણ મતદાન મથકો પર અસર વર્તાઈ હતી. અગાઉની ચૂંટણીમાં વર્ષ 2015માં 46.51 ટકા અને 2021માં 42.51 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરી આવતીકાલે યોજાશે. 38 લાખમાંથી 9.61 લાખ પુરુષ, 3.61 લાખ મહિલા મળી 17.23 લાખ મતદારોએ મતદાન કર્યું હતું. AMCની ચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી માત્ર 19.78% મતદાન નોંધાયું હતું.
આ પણ વાંચો : Ahmedabad : મનપા ચૂંટણીની મતગણતરીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ, પોલીસકર્મીઓનો રહેશે બંદોબસ્ત


