Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં Administrator Rule, જાણો કઈ પાલિકાઓની મુદત આજે થઈ પૂર્ણ

Gujarat Municipalitie: અમદાવાદ મનપા (AMC) અને ગુજરાતની 71 નગરપાલિકાઓની મુદત માર્ચ 2026માં પૂર્ણ થતા હવે વહીવટદાર શાસન (Administrator Rule) અમલી બન્યું છે. અમદાવાદમાં IAS મુકેશ કુમાર (Mukesh Kumar) વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે. ચૂંટાયેલી પાંખનો છેલ્લો દિવસ હોવાથી મેયર (Mayor) અને હોદ્દેદારોએ સરકારી ગાડીઓ જમા કરાવી સાદગીપૂર્ણ રીતે વિદાય લીધી હતી. નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટી પ્રક્રિયા અધિકારીઓ હસ્તક રહેશે.
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં administrator rule  જાણો કઈ પાલિકાઓની મુદત આજે થઈ પૂર્ણ
Advertisement
  • મનપા બાદ હવે રાજ્યની 71 નપામાં વહીવટદારની નિમણૂક
  • અમદાવાદ મનપાની ચૂંટાયેલી પાંખનો આજે અંતિમ દિવસ
  • અંતિમ દિવસની સાંજે તમામ હોદ્દેદારો એ પોતાની ગાડીઓ જમા કરાવી
  • મેયર પ્રતિભા જૈન તેમના અંગત વાહનમાં ઘરે ગયા
  • સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણી એક્ટિવા ચલાવીને ઘરે ગયા
  • હવે અમદાવાદ મનપામાં વહીવટદારનું સાશન
  • અમદાવાદના વહીવટદાર તરીકે IAS મુકેશ કુમારની છે નિમણૂંક

Administrator Rule: ગુજરાતના સ્થાનિક રાજકારણમાં આજે એક મહત્વના અધ્યાયનો અંત આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation - AMC) ની ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદત આજે પૂર્ણ થઈ છે. તેની સાથે જ રાજ્યની અન્ય 71 નગરપાલિકાઓમાં પણ આજથી વહીવટદાર શાસન (Administrator Rule) લાગુ કરી દેવામાં આવ્યું છે.

હોદ્દેદારોની ભાવુક અને સાદગીપૂર્ણ વિદાય

અમદાવાદ મનપાની ચૂંટાયેલી પાંખનો આજે અંતિમ દિવસ (Final Day) હતો. સાંજે સત્તાવાર મુદત પૂર્ણ થતા જ તમામ પદાધિકારીઓએ પ્રોટોકોલ મુજબ પોતાની સરકારી ગાડીઓ (Government Vehicles) મનપા કચેરી ખાતે જમા કરાવી દીધી હતી. આ વિદાય વેળાએ રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પ્રતિભા જૈન (Mayor Pratibha Jain) પોતાની સરકારી લક્ઝરી ગાડી છોડીને તેમના અંગત વાહનમાં ઘરે રવાના થયા હતા. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી (Standing Committee Chairman Devang Dani) સામાન્ય નાગરિકની જેમ એક્ટિવા (Activa) ચલાવીને ઘરે ગયા હતા. આ સાદગીએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે.

Advertisement

Advertisement

IAS મુકેશ કુમાર બન્યા અમદાવાદના વહીવટદાર

ચૂંટાયેલી પાંખની ગેરહાજરીમાં હવે શહેરનો વહીવટ ખોરવાય નહીં તે માટે રાજ્ય સરકાર (State Government) દ્વારા અનુભવી IAS અધિકારી મુકેશ કુમાર (IAS Mukesh Kumar) ની અમદાવાદના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે શહેરના વિકાસલક્ષી નિર્ણયો અને વહીવટી મંજૂરીઓ વહીવટદાર હસ્તક રહેશે. જ્યાં સુધી નવી બોડીની રચના ન થાય ત્યાં સુધી તેઓ તમામ સત્તાઓ ભોગવશે.

કચ્છ અને સમગ્ર રાજ્યમાં વહીવટદારનો દૌર

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ કચ્છ (Kutch) જિલ્લાની ચાર મહત્વની નગરપાલિકાઓ - ભુજ (Bhuj), અંજાર (Anjar), માંડવી (Mandvi) અને મુન્દ્રા-બારોઈ (Mundra-Baroi) માં પણ મુદત પૂર્ણ થતા વહીવટદારોની નિમણૂક કરી દેવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગ (Urban Development Department) દ્વારા બહાર પાડવામાં આવેલા ઓર્ડર મુજબ, રાજ્યની કુલ 71 નગરપાલિકાઓની મુદત માર્ચ 2026 માં પૂર્ણ થઈ રહી છે.

નવી ચૂંટણી સુધી વહીવટી શાસન રહેશે

નિયમ મુજબ, જ્યારે ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થાય અને નવી ચૂંટણીઓ (Elections) યોજવામાં વિલંબ હોય, ત્યારે વહીવટદારની નિમણૂક અનિવાર્ય બને છે. હવે આ તમામ નગરપાલિકાઓમાં જ્યાં સુધી નવી સામાન્ય ચૂંટણીઓ ન યોજાય અને નવા જનપ્રતિનિધિઓ શપથ ન લે, ત્યાં સુધી વહીવટદાર જ તમામ વહીવટી અને નાણાકીય નિર્ણયો લેશે. આગામી સમયમાં સીમાંકન અને અનામત બેઠકોની પ્રક્રિયા બાદ ચૂંટણીનો માર્ગ મોકળો થશે.

આ પણ વાંચો: ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં IAS રાજ: જાણો કોને ક્યાં મળી જવાબદારી?

Tags :
Advertisement

.

×