Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Exam : મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે લેવામાં આવતી NEETની પરીક્ષા પૂર્ણ, પેપર સરળ રહ્યું હોવાનો વિધાર્થીઓનો દાવો

Exam : મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવેલી NEET પરીક્ષા પૂર્ણ થઈ છે અને MBBSમાં પ્રવેશ માટે લેવાઈ હતી યોગ્યતા પરીક્ષા. એકંદરે સૌથી મહત્વની ગણાતી પરીક્ષા પ્રમાણમાં અનુકૂળ રહી હોવાનો મત છે. બાયોલોજી અને કેમેસ્ટ્રી વિભાગના સવાલો વિદ્યાર્થીઓને અનુકૂળ રહ્યા અને ફિઝિક્સ વિભાગના સવાલોએ વિદ્યાર્થીઓને મૂંઝવ્યા હોવાની વાત સામે આવી છે. જોકે અગાઉના પેપરની ધારણાની સરખામણીએ પેપર સરળ હોવાનો વિદ્યાર્થીઓનો મત.
exam   મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે લેવામાં આવતી neetની પરીક્ષા પૂર્ણ  પેપર સરળ રહ્યું હોવાનો વિધાર્થીઓનો દાવો
Advertisement
  • Exam પૂર્ણ થતા વાલીઓ અને વિધાર્થીઓમાં ખુશી
  • પેપર સરળ હોવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી
  • વાલીઓએ પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો
  • મેડિકલમાં પ્રવેશ માટે મેરિટ ઊંચું જાય તેવી શક્યતા
  • મેડિકલમાં પ્રવેશ માટેની UG NEETની પરીક્ષા લેવામાં આવે છે

Exam : ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ (medical admission) માટેની UG NEET (અન્ડર ગ્રેજ્યુએશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષાનો (exam) પ્રારંભ થયો હતો. આ સાથે જ બપોર બાદ એટલે કે 3 થી 6 ધોરણ 9 અને 10 માં શિક્ષક બનવા માટેની TAT - 1 ની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી. આજે ઉનાળાના આકરા તાપમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ કસોટી થઈ હતી. વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રીનો સમય અલગ અલગ રાખવામાં આવ્યો હતો. 720 માર્કની પરીક્ષામાં 4- 4 માર્કના 90 પ્રશ્નો બાયોલોજીના, 45- 45 પ્રશ્નો કેમેસ્ટ્રી અને ફિઝિક્સના હતા.

આ વિષયો પરીક્ષામાં મહત્વના હોય છે

NEET UG માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી (બોટની અને ઝૂલોજી) વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. કુલ 720 માર્ક્સની આ પરીક્ષા માટે NCERTના પુસ્તકોને મેઈન સોર્સ હોવાનું માનવામાં આવે છે. ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEETની પરીક્ષા લેવામાં આવે છે.

Advertisement

exam gujarat first

Advertisement

Exam મા વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે સવારે 11.30 વાગ્યાથી એન્ટ્રી મળી હતી

મેડિકલમાં પ્રવેશ માટેની UG NEETની પરીક્ષા 3 મેના બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. બપોરે 1.30 વાગ્યે એક્ઝામ સેન્ટરનો ગેટ બંધ કરી દેવામાં આવશે. જે માટે વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે 11.30 વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રીનો સમય અલગ અલગ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : NEET Exam : NEET UG ની પરીક્ષાને લઈને મેડિકલના વિધાર્થીઓની રજા રદ્દ કરતા રોષ

Tags :
Advertisement

.

×