Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોશિયલ મીડિયા પર હથિયારોની સોદાબાજીનો પર્દાફાશ, બદમાશોની કરતૂત

દેશભરમાંં એક તરફ આઝાદીના અમૃતકાળની રંગેચંગે ઉજવણી કરાઇ રહી છે, તો બીજી તરફ દેશમાં દહેશત ફેલાવતા અસામાજીક તત્વો સક્રિય થયાં છે. તેમને ડામવા તંત્ર પણ એક કદમ આગળ રહે છે. આજે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ શહેરમાંથી આવા અસામાજિક તત્વોને ડામી સમયરહેતા ડામી દે છે.  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયામાં હથિયાર વહેંચતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 3 પિસ્ટલ અને 16 જીવàª
સોશિયલ મીડિયા પર હથિયારોની સોદાબાજીનો પર્દાફાશ  બદમાશોની કરતૂત
Advertisement

દેશભરમાંં એક તરફ આઝાદીના અમૃતકાળની રંગેચંગે ઉજવણી કરાઇ રહી છે, તો બીજી તરફ દેશમાં દહેશત ફેલાવતા અસામાજીક તત્વો સક્રિય થયાં છે. તેમને ડામવા તંત્ર પણ એક કદમ આગળ રહે છે. આજે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ શહેરમાંથી આવા અસામાજિક તત્વોને ડામી સમયરહેતા ડામી દે છે.  

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયામાં હથિયાર વહેંચતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 3 પિસ્ટલ અને 16 જીવતા કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓની તપાસમાં અનેક ગુનાનો ખુલાસો થવાની શક્યતા છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ પાસેથી 3 શખ્સોને બાતમીના આધારે  3 પિસ્ટલ અને 16 જીવતા કારતુસ સાથે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ સોશિયલ મીડિયાના મારફતે ગ્રાહકો શોધી હથિયાર વહેંચવા માટે આવેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓમાં લતીફ સમા, નાસીર ખફી, અને ઈરફાન શેખની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયારો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ મૂળ જામનગરના હોવાનું પણ ખૂલ્યું છે.આરોપીઓની પુછપરછમાં મહત્વનો ખુલાસો થયો છે, ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશથી પિસ્ટલ લાવીને સોશિયલ મીડિયામાં ગ્રાહકનો સંપર્ક કરી અમદાવાદના સરખેજ વિસ્તારમાં વેચવા આવ્યા હતા. આરોપીઓ 15 હજાર રૂપિયામાં એક હથિયાર લાવ્યા હતા અને 35 હજાર રૂપિયામાં વેચવાના હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ આરોપીઓ અમદાવાદમાં કોને આ પિસ્ટલ વહેંચવાના હતા કે બીજા કોઇ ગ્રાહકોને અન્ય કોઈ ઉપયોગ કરવાના હતા તે બાબતે વધુ તપાસ શરૂ કરી છે.હાલ તો આ મામલે ક્રાઈમબ્રાંચે આરોપીઓની સધન પુછપરછ શરૂ કરી  છે. તેવામાં પૂછપરછ દરમિયાન આરોપીઓનાં ગુનાહિત ઈતિહાસ તેમજ આરોપીઓ સાથે અન્ય કોણ કોણ સામેલ છે તે બાબતનાં અનેક ખુલાસાઓ સામે આવશે.
 
Advertisement
Tags :
Advertisement

.

×