
આરોપીઓ દિલ્હીના એક આરોપી સાથે સંપર્કમાં હતા. જે આરોપી અગાઉ ગુજરાત આવ્યો હતો અને આ તમામ આરોપીઓને ATM મશીનમાં આ ડિવાઇસથી કેવી રીતે રૂપિયાની ઉઠાંતરી કરવી તેની તાલીમ આપી હતી. કચ્છના અંજારના આરોપીઓ મુખ્ય આરોપીને અલગ અલગ બેન્કના ATM ના ફોટા મોકલી આપતા હતા. જેના આધારે તેઓ લોકેશન જોઈને ATMમશીનને ટાર્ગેટ કરતા હતા. જો કે પોલીસની પકડમાં ન આવે તે માટે તેઓ CCTV કેમેરાને ફેરવી નાખતા હતા. પકડાયેલા આરોપીમાંથી એક આરોપી અગાઉ દિલ્હી પોલીસના હાથે પકડાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને ગેંગના અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અને આરોપીઓએ અન્ય કઈ કઈ જગ્યાએ આ મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપ્યો છે તે અંગે વધુ પુછપરછ હાથ ધરી છે.