Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Fake Weapon License Scam : હથિયારના નકલી લાયસન્સ કેસમાં કાવતરાની કલમ ઉમેરવા કોર્ટની મંજૂરી

રાજ્યના અત્યંત ચકચારી એવા હથિયારના નકલી લાયસન્સ કેસમાં કોર્ટે કાવતરાની કલમ ઉમેરવાની મંજૂરી આપી છે. વાંચો વિગતવાર.
fake weapon license scam   હથિયારના નકલી લાયસન્સ કેસમાં કાવતરાની કલમ ઉમેરવા કોર્ટની મંજૂરી
Advertisement
  • હથિયારોના નકલી કૌંભાડમાં ATS ની અરજીને કોર્ટેની મંજૂરી
  • ATS દ્વારા આ કેસમાં કાવતરાની કલમ ઉમેરવાની અરજી કરાઈ હતી
  • અત્યાર સુધી આ કેસમાં ATS દ્વારા 66 આરોપીઓની ધરપકડ કરાઈ

Fake Weapon License Scam : ગુજરાતમાં હથિયારોના નકલી લાયસન્સ કૌભાંડમાં રોજે રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કૌંભાડ કોઈ મોટા કાવતરાનો એક ભાગ હોવાની સંભાવના ધીરે ધીરે પ્રબળ બની રહી છે. હથિયારોનું નકલી લાયસન્સ લેવાની હોડ જામી હોય તેમ રાજ્યના ખેડૂત, વેપારી, બિલ્ડર, નેતા પુત્ર અને અસામાજિક તત્વો પાસે આ નકલી લાયસન્સ હોવાનું બહાર આવ્યું છે. જો કે Fake Weapon License Scam ના ચાલી રહેલા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કોર્ટે હવે આ કેસમાં કાવતરાની કલમ ઉમેરવાની મંજૂરી આપી છે.

મોટું કૌભાંડ હોવાનો દાવો

ગુજરાત જેવા શાંત રાજ્યમાં હથિયારોના નકલી પરવાનાનો વેપલો ધમધમી રહ્યો છે. જ્યારથી ATS દ્વારા આ કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે ત્યારથી રોજે રોજ નવા ફણગાં ફૂટી રહ્યા છે. રાજ્યના અનેક નાગરિકો પાસે હથિયારોના નકલી પરવાના હોવાનું સામે આવી રહ્યું છે. તપાસ સંસ્થા દ્વારા આ એક મોટું કૌભાંડ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તેથી જ ATS દ્વારા આ કેસમાં કાવતરાની કલમ ઉમેરવા માટે અરજી કરાઈ હતી. આ કાવતરાની કલમ ઉમેરાતા Fake Weapon License Scam ને ઉકેલવામાં ATS ને ઝડપથી સફળતા મળી શકે છે. તેથી જ કોર્ટે ATS ની કાવતરાની કલમ ઉમેરવાની અરજીને મંજૂરી આપી છે.

Advertisement

100થી વધુ શકમંદોની તપાસ

અત્યંત ચકચારી બનેલા હથિયારોના નકલી લાયસન્સ કૌંભાડમાં મોટા માથા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ કૌંભાડમાં ATS દ્વારા કોર્ટમાં કાવતરાની કલમ ઉમેરવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખીને કાવતરાની કલમ ઉમેરવાની મંજૂરી આપી દીધી છે. આ કૌંભાડમાં અત્યાર સુધી 100 થી વધુ શકમંદો વિરુદ્ધ ATS તપાસ કરી રહી છે. અત્યાર સુધી ATS દ્વારા 66 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચોઃ Surat : વરિયાવ બ્રિજ પરથી કોંગ્રેસ નેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો

અગાઉ સુરત-અમદાવાદમાં આવું જ કૌભાંડ પકડાયું હતું

ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વધુ પગારની લાલચે અનેક શખ્સો બોગસ લાયસન્સ અને ગન દર્શાવીને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. પોલીસ એજન્સીઓની નિયમિત તપાસના અભાવે આવા Fake Weapon License Scam ને પ્રોત્સાહન મળી રહ્યું છે. ચારેક વર્ષ અગાઉ સુરતની વરાછા કૉ.ઑ. બેંક (Varachha Co-Op Bank) ના ગનમેન રાજેશ બિન્દ્રા (રહે. યુપી) પાસેથી બિહારનું નકલી ગન લાયસન્સ અને એજન્ટ થકી કોલકત્તાથી ગન ખરીદી હોવાનો કેસ ખટોદરા પોલીસ સ્ટેશન (Khatodara Police Station) ખાતે નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં આવેલા એક બંગલામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શખ્સે બોગસ ગન લાયસન્સ અને બંદૂક લીધા હોવાનો પણ કિસ્સો 4 વર્ષ અગાઉ સામે આવી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ  Gujarat Rain : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×