ગોમતીપુરમાં JCBની ટક્કરથી દિવાલ પડતાં પિતા-પુત્રીના મોત
ગોમતીપુર વિસ્તારમાં આવેલા સલાટનગર ખાતે JCBની ટક્કરથી દિવાલ પડતાં ત્રણ લોકો દટાયા હતા.ત્રણેયને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા, જેમાંથી 21 વર્ષીય પિતા અને બે વર્ષીય પુત્રીના મોત થયા હતા.ગોમતીપુર વિસ્તારમાં આવેલ સલાટ નગરની બાજુમાં JCB દ્વારા રસ્તો બનાવવાનું કામ ચાલતું હતું. તે દરમિયાન અચાનક જ બાજુમાં આવેલ સલાટ નગર ફ્લેટની દિવાલને JCB એ ટક્કર મારી હતી. જેના કારણે દિવાલ ધરાશાયી થતા ત્યાà
01:39 PM May 21, 2022 IST
|
Vipul Pandya
ગોમતીપુર વિસ્તારમાં આવેલા સલાટનગર ખાતે JCBની ટક્કરથી દિવાલ પડતાં ત્રણ લોકો દટાયા હતા.ત્રણેયને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા, જેમાંથી 21 વર્ષીય પિતા અને બે વર્ષીય પુત્રીના મોત થયા હતા.
ગોમતીપુર વિસ્તારમાં આવેલ સલાટ નગરની બાજુમાં JCB દ્વારા રસ્તો બનાવવાનું કામ ચાલતું હતું. તે દરમિયાન અચાનક જ બાજુમાં આવેલ સલાટ નગર ફ્લેટની દિવાલને JCB એ ટક્કર મારી હતી. જેના કારણે દિવાલ ધરાશાયી થતા ત્યાં હાજર ત્રણ લોકો નીચે દટાયા હતા.જેને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢયા હતા જેમાં 21 વર્ષીય પ્રકાશ ગંગારામ સલાટ અને તેમની બે વર્ષની પુત્રી સીમા સલાટનું મોત થયું હતું.
ઉશ્કેરાયેલા સ્થાનિકોએ JCB પર પથ્થરમારો કર્યો હતો અને JCB ના કાચ તોડી નાખ્યા હતા. સ્થાનિકોના રોષને જોઈને JCB ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.પોલીસે ડ્રાઇવરને પકડવાની તજવીજ હાથ ધરી છે...
Next Article