Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Filmfare Awards : અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, પોલીસનો લોખંડી બંદોબસ્ત

મણિનગરમાં એક્કા ક્લબમાં આજે 70 માં ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં હાજરી આપવા બોલિવૂડનાં શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અનુપમ ખેર, કાજોલ સહિતનાં વિવિધ સ્ટાર્સ અમદાવાદ પહોંચ્યા છે. શાહરૂખ ખાન, મનીષ પોલ, કરણ જોહર એવોર્ડ ઇવેન્ટને હોસ્ટ કરશે. અમદાવાદ પોલીસે સુરક્ષાનાં ચુસ્ત બંદોબસ્ત કર્યા છે. ફેન્સમાં ફેવરેટ સ્ટાર્સને જોવા ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
filmfare awards   અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો  પોલીસનો લોખંડી બંદોબસ્ત
Advertisement
  1. અમદાવાદનાં એક્કા ક્લબ ખાતે 70 મો Filmfare Awards
  2. એક્કા ક્લબ કાંકરિયા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  3. ગુજરાતમાંથી અને ચાઈનાથી બોલીવુડ સ્ટારનું આગમન
  4. 7 એન્ટ્રી ગેટમાં વ્યવસ્થા માટે PI સહિત ટીમ તૈનાત
  5. શાહરૂખ ખાન, મનીષ પોલ, કરણ જોહર એવોર્ડ હોસ્ટ

Ahmedabad : અમદાવાદમાં હાલ બોલિવૂડનાં સિતારાઓનો જમાવડો લાગ્યો છે. મણિનગર, કાંકરિયા ખાતે આવેલા એક્કા ક્લબમાં આજે એટલે કે 11 ઓક્ટોબરે ફિલ્મજગતનો સૌથી પ્રતિષ્ઠિત 70 મો ફિલ્મફેર એવોર્ડ (Filmfare Awards) કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), અગ્રણી નેતાઓ, અભિનેતા કિંગ શાહરૂખ ખાન (Shahrukh Khan), ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar), કરણ જોહર, અનુપમ ખેર, કાજોલ, મોહનીશ બહલ, સિંગર ધ્વનિ ભાનુશાલી સહિતનાં વિવિધ સ્ટાર હાજરી આપશે. આ કાર્યક્રમને લઈ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. 7 એન્ટ્રી ગેટમાં વ્યવસ્થા માટે PI સહિત ટીમ તૈનાત છે.

આ પણ વાંચો - Himmatnagar : બે માસની બાળકીનું અપહરણ કરનાર કપલ અમદાવાદથી ઝડપાયું

Advertisement
Advertisement

Advertisement

અમદાવાદમાં Filmfare Awards, બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો

અમદાવાદનાં મણિનગર, કાંકરિયા ખાતે આવેલા એક્કા ક્લબનાં (Ekka Club in Maninagar) ટ્રાન્સટેડિયામાં ફિલ્મજગતનો જાણીતો 70 મો ફિલ્મફેર એવોર્ડ યોજાશે. આ કાર્યક્રમમાં(Filmfare Awards) ભાગ લેવા માટે દેશ-દુનિયામાંથી ફિલ્મજગતની વિવિધ હસ્તીઓ અમદાવાદ આવી રહી છે. બોલિવૂડનાં મોટા સ્ટાર શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અનુપમ ખેર (Anupam Kher), કાજોલ (Kajol), કરણ જોહર સહિતનાં કેટલાક અભિનેતા, અત્રિનેત્રીઓ, સિંગર્સ, ડાન્સર્સ અમદાવાદ પહોંચ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાં અગ્રણી નેતાઓ હાજરી આપશે એવી માહિતી છે.

આ પણ વાંચો - Patan ના ખેડૂતોને પડ્યા પર પાટુ, પહેલા વરસાદે ઠંડા પાણીએ નવરાવ્યા હવે કપાસના ભાવે રોવડાવ્યા

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, 7 એન્ટ્રી ગેટમાં વ્યવસ્થા માટે દરેક ગેટે PI સાથેની ટીમ તૈનાત

અમદાવાદમાં યોજાઈ રહેલા 70 માં ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમને લઈ સુરક્ષાનાં પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, એક્કા ક્લબ ખાતે પોલીસે (Ahmedabad Police) ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, જે હેઠળ 7 એન્ટ્રી ગેટમાં વ્યવસ્થા માટે દરેક ગેટ પર PI સાથેની ટીમ તૈનાત છે. અભિનેતા શાહરૂખ ખાન, મનીષ પોલ અને કરણ જોહર આ એવોર્ડ ઇવેન્ટને હોસ્ટ કરશે. ફિલ્મફેર એવોર્ડ નાઇટને લઈ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે મોટા સંખ્યામાં ટ્રાફિક જવાનો ખડેપગે રહેશે. અમદાવાદ એરપોર્ટ પર પોતાનાં ફેવરેટ સ્ટારને જોવા માટે ફેન્સની ભારે ભીડ જોવા મળી છે.

આ પણ વાંચો - દિવાળી પર માવઠાની માર? Ambalal Patel ની આગાહી - ઓક્ટોબરમાં વાતાવરણમાં પલટો, નવેમ્બરથી કડકડતી ઠંડી

Tags :
Advertisement

.

×