ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: સોનલબેન ખાખરાવાળાની ફેકટરીમાં આગ લાગી, એલપીજીના સિલિન્ડરો બ્લાસ્ટ થયા

Gujarat: કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની છે બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં Gujarat: કલોલમાં સોનલબેન ખાખરાવાળાની ફેકટરીમાં આગ લાગી છે. જેમાં કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની...
08:43 AM Oct 15, 2025 IST | SANJAY
Gujarat: કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની છે બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં Gujarat: કલોલમાં સોનલબેન ખાખરાવાળાની ફેકટરીમાં આગ લાગી છે. જેમાં કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની...
Fire, Sonalben Khakhrawala, Kalol, Gujarat

Gujarat: કલોલમાં સોનલબેન ખાખરાવાળાની ફેકટરીમાં આગ લાગી છે. જેમાં કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની છે. જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં તથા ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે.

ફાયર બ્રિગેડના 55થી વધુ જવાનો ઘટનાસ્થળે

કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. અમદાવાદ ફાયરની ચાર ગાડી, ગાંધીનગર ફાયરની બે ગાડી, કલોલ નગરપાલિકાની એક ગાડી, વડસર એરફોર્સની એક ગાડી, અરવિંદ મિલની એક ગાડીએ લાખો લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે. ફાયર બ્રિગેડના 55થી વધુ જવાનો ઘટનાસ્થળે આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા. ફાયરની ટીમો સ્થળ ઉપર પહોંચી ત્યારે એલપીજીના સિલિન્ડરો બ્લાસ્ટ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.

Gujarat: સુત્રોએ કહ્યુ કે, આશરે સાડા આઠ વાગ્યા આસપાસ મેઝર કોલ હતો

સુત્રોએ કહ્યુ કે, આશરે સાડા આઠ વાગ્યા આસપાસ મેઝર કોલ હતો. આ ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ અને પેકેજીંગનું કામ થતું હોય છે. દિવસ દરિમયાન અહીં પ્રોડક્શન અને પેકેજીંગનું કાર્ય થાય છે. મોટાભાગે રાતની શિફ્ટ હોતી નથી. લગભગ સાડા અગિયાર આસપાસ મોટાભાગે આગ કાબુ આવી ગઇ હતી.

આશરે ત્રણેક કરોડનો સામાન સળગી ગયો હોવાનું જાણવા મળ્યું

પ્રાથમિક તપાસમાં આશરે ત્રણેક કરોડનો સામાન સળગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના તહેવારને લઇને મોટી માત્રામા સામાન તૈયાર કરાયો હતો. અહીંથી સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ સામાન મોકલવામાં આવતો હોય છે. સ્ટોર કિપરની પ્રાથમિક પૂછતાછમાં એક લાઇટ સતત ચાલુ બંધ થયા કરતી હતી. જેથી શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું અનુમાન છે, પરંતુ એફએસએલ રીપોર્ટ પછી જ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં સ્થિતિ કાબુમાં આવી ગઈ છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 15 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
fireGujaratKalolSonalben Khakhrawala
Next Article