Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PSIની ભરતી માટે પહેલા સેશનની પ્રિલીમ પરીક્ષા પૂર્ણ, શેર માર્કેટ અંગે પુછાયો તાર્કિક સવાલ

PSI બનવા માટે ફેબ્રુઆરીમાં ફિઝિકલ ટેસ્ટ લેવાઈ હતી. તેમાં પાસ થયેલ 1 લાખ 3 હજાર 952 ઉમેદવારોની આજે લેખિતમાં પરીક્ષા યોજાઈ રહી છે. અમદાવાદમાં 30 હજાર ઉમેદવારોએ આ લેખિત પરીક્ષા આપી છે.
psiની ભરતી માટે પહેલા સેશનની પ્રિલીમ પરીક્ષા પૂર્ણ  શેર માર્કેટ અંગે પુછાયો તાર્કિક સવાલ
Advertisement
  • PSIની ભરતી માટે પહેલા સેશનની પ્રિલીમ પરીક્ષા પૂર્ણ
  • શેર માર્કેટ અંગે પુછાયો તાર્કિક સવાલ
  • બીજુ પેપર 3થી સાંજે 6 સુધી લેવામાં આવશે

Ahmedabad: રાજ્યમાં PSIની ભરતી માટે લેવાયેલ લેખિત પરીક્ષા પૂર્ણ થઈ છે. લેખિત પરીક્ષાની પહેલા સેશનની પ્રીલિમ પરીક્ષા પૂર્ણ થઈ છે. પ્રિલીમ પરીક્ષામાં શેર માર્કેટ સંદર્ભે તાર્કિત સવાલ પુછાયો હતો. પરીક્ષાર્થીઓએ પેપર સહેલું હોવાનું જણાવ્યું છે. પ્રમાણમાં સહેલું પેપર નીકળતા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો છે.

472 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા

આજે રાજ્યમાં પોલીસ વિભાગની પરીક્ષા લેવાઈ રહી છે. જેમાં બિન હથિયારી PSIની 472 જગ્યા માટે રવિવારે લેખિત પરીક્ષા લેવામાં આવી રહી છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1.2 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં 30,000 થી વધારે ઉમેદવારો 102 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે ફિઝિકલ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સફળતા મેળવનાર ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવાની તક આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચોઃ અહો આશ્ચર્યમ !!! જ્યોર્જીયામાં હિન્દુફોબિયા વિરુદ્ધ બિલ રજૂ થયું

Advertisement

શેર માર્કેટ અંગે પુછાયો તાર્કિક સવાલ

વર્તમાનમાં શેરબજારની ઉથલપાથલને જોતા PSIની ભરતી માટે લેવાયેલ પ્રિલીમ પરીક્ષામાં એક સવાલ શેર માર્કેટને લઈને પુછાયો હતો. જેમાં સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે અને રોકાણકરોએ પૈસા પાછા ખેંચી લીધા છે. આ બંને વાક્યો માંથી કયું સાચું છે ? તેવો તાર્કિત સવાલ પૂછવામાં આવ્યો હતો. જો કે પરીક્ષાર્થીઓએ પેપર સહેલું હોવાનું જણાવ્યું છે. પ્રમાણમાં સહેલું પેપર નીકળતા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો છે.

બીજુ પેપર 3થી સાંજે 6 સુધી લેવામાં આવશે

પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો આત્મવિશ્વાસથી ભરપૂર જણાયા હતા. પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોએ જણાવ્યું છે કે પોલીસ વિભાગમાં ભરતી થવું અને દેશ અને રાજ્યની શાંતિ અને સલામતી માટે કામ કરવું એ તેમના માટે અને પરિવાર માટે ગૌરવની વાત છે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હતા. જેમાંથી પહેલું પ્રિલીમનું પેપર પૂર્ણ થયું છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે તહેનાત રાખવામાં આવ્યા છે. પહેલું પેપર સવારે 9:30 કલાકે 12:30 વાગ્યા સુધી લેવાયું જ્યારે બીજુ પેપર ત્રણ કલાકથી બપોરે 6 કલાક સુધી લેવાશે.

આ પણ વાંચોઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનો વળાંક... PM મોદીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને યાદ કર્યા

Tags :
Advertisement

.

×